જામનગરમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી પરિણીતાનો આપઘાત

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:05 AM IST
Jamnagar News - latest jamnagar news 030503
જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડા ફળી વિસ્તારમાં રહેતી નીષ્માબેન ધ્રુવલભાઇ કેવલીયા (ઉ.વ.28)એ તા.5ના રોજ બપોરે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં લઇ જવાઇ હતી.જયાં ફરજ પરના તબીબે તેણીને મૃત ઘોષિત કરી હતી.

મૃતક યુવતિના પાંચેક વર્ષ પુર્વે લગ્ન થયા હતા જયારે લગ્નજીવન દરમ્યાન તેને દોઢ વર્ષનો પુત્ર પણ હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ છે.કોઇ અગમ્ય કારણોસર તેણીએ આ પગલુ ભરી લીધાનુ જાહેર થતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.આ આત્મઘાતી પગલાથી દોઢ વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે.

X
Jamnagar News - latest jamnagar news 030503
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી