• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ફાયદો | કાલાવડ,મોટાવડાળા,સરવાણિયા,જાલણસરના ખેડૂતે પાકના ઉત્પાદનમાં વધારો મેળવ્યો

ફાયદો | કાલાવડ,મોટાવડાળા,સરવાણિયા,જાલણસરના ખેડૂતે પાકના ઉત્પાદનમાં વધારો મેળવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટપકસિંચાઇ પધ્ધતિ દ્વારા કાલાવડ, મોટાવડાળા, સરવાણીયા, જાલણસરના ખેડૂતે ઘઉં, શાકભાજી, મગફળી અને કપાસની સફળ ખેતી કરી ઉત્પાદનમાં વધારો મેળવી પધ્ધતિ ખેડૂતો માટે આર્શિવાદરૂપ સાબિત થઇ છે. વળી, પધ્ધતિથી ખાતર છાંટવાની મજૂરીમાં બચત અને નિંદામણ ખર્ચમાં ઘટાડો થયાનું ખેડૂતોએ જણાવ્યું છે.

કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે રહેતા અને ઘણા સમયથી ખેતી કરતા ધીરજભાઇ મેનપરાએ જણાવ્યું હતું કે,અગાઉ ખેતીમાં મહેનત કરવા છતાં જોઇએ તેવું ઉત્પાદન મળતું હતું.પરંતુ ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન મળતાં ટપક પધ્ધતિ અને જમીન અને પાણીની ચકાસણી કરી આધુનિક ખેતી અપનાવતા ધઉંના પાકમાં વધારો થયો છે.પાણીની બચત થઇ તો એકરે રૂ.500 ખાતર છાંટવાની મજૂરી પણ બચી છે અને નિંદામણ ખર્ચ રૂ.1500 ઘટયો છે.જયારે કાલાવડમાં રહેતા ખેડૂત કેશવજીભાઇ ટપુભાઇ ફળદુએ જણાવ્યું હતું કે,પ્રથમ કપાસ અને મગફળીનું વાવેતર કરતો ત્યારે એક વીધામાં 20 થી 25 મણ ઉત્પાદન લેતો હતો.ખાતર દવાનો ખર્ચ પણ વધુ આવતો હતો અને પાણીની તંગીના કારણે ઉત્પાદન ઓછું આવતું હતું.પરંતુ ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન મળતા અને ટપક પધ્ધતિ અપનવાતા જે જમીનમાં કપાસ અને મગફળીનું વાવેતર થતું હતું તેમાં વિવિધ પાક જેવા કે તરબૂચ, કાકડી, ટમેટા, મરચી, સાકરટેટી વગેરે સિઝનલ પાકનું વાવેતર કરતા ખૂબજ ફાયદો થયો છે.20 વીધા જમીનમાં ટમેટાનું ડ્રીપ ઇરીગેશનની મદદથી વાવેતર કર્યું હતું.જેમાં 1 કીલોના સરેરાશ રૂ.6 લેખે એક વીધે રૂ.750 મણનું ઉત્પાદન મેળવ્યું છે.આજ રીતે અન્ય પાક અને શાકભાજીનું વાવેતર કરતાં ખૂબજ ફાયદો થયો છે.

કાલાવડના સરવાણીયા ગામના 25 વર્ષથી ખેતી કરતા ખેડૂત વિઠલભાઇ ચનાભાઇ નારિયાએ કે જેઓ પહેલા ચીલાચાલુ પધ્ધતિથી ખેતી કરતા હતા.પરંતુ ટપક પધ્ધતિ અપનાવતા પ્રથમ વીધે 18 થી 20 મણ મગફળીનું થતું ઉત્પાદન 25 થી 30 મણે પહોંચ્યું છે.વળી મગફળીના પાકમાં રાસાયણીક ખાતરનો ઉપયોગ કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું.સારી ગુણવતાની મગફળી થતાં મણે રૂ.175 જેવો ભાવ વધારો પણ મળ્યો છે.કાલાવડના જાલણસર ગામે રહેતા અને અઢી દાયકાથી ખેતી કરતા હેમતભાઇ પાનસુરિયાએ ચીલાચાલુ ખેતીની પધ્ધતિ છોડી ટપક અને ફુવારા પધ્ધતિ અપનાવતા કપાસ અને મગફળીને બદલે વિવિધ પાકનું વાવેતર કરી વીધે રૂ.30 થી 32 મણનું ઉત્પાદન મેળવ્યું છે.

કાલાવડના નવાગામના ખેડૂત જીતુભાઇ અકબરીએ જણાવ્યું હતું કે,તેઓ પ્રથમ ફકત કપાસ અને મગફળીનું વાવેતર કરતા હતાં.પરંતુ પાણીની તંગીના સમયે ઉત્પાદન ઓછું થતું હતું. ત્યારબાદ ખેતીવાડી વિભાગ દ્રારા પંપસેટની સહાય મળતાં ટપક અને ફુવારા પધ્ધતિ દ્વારા દાડમ,એપલબોર વગેરેની આધુનિક ખેતી કરતાં ખૂબજ ફાયદો થયો છે.

પંપસેટ દ્વારા દાડમ, એપલબોરની આધુનિક ખેતી

કાલાવડના પીઠડીયા ગામના ખેડૂત રમેશભાઇ ડાંગરિયાએ કહયું હતું કે,પહેલાં કપાસ અને મગફળીના વાવેતર સમયે 20 થી 25 મણ કપાસ એક વીધામાં થતો હતો.ત્યારે દવાનો ખર્ચ પણ વધારે આવતો હતો.પરંતુ ખેતીવાડી વિભાગ દ્રારા માર્ગદર્શન મળતાં ગાય આધારિત ખેતી અપનાવતા હળદર,દાડમ,તરબૂચ વગેરે પાકનું વાવેતર કરતા ખૂબજ ફાયદો થયો છે.વળી,ડ્રીપ ઇરીગેશન વાવેતર કરતા પાણીની બચત થઇ છે અને ઉત્પાદનમાં પણ વધારો થયો છે.

હળદર, તરબૂચની ગાય આધારિત ખેતી

ટપક પધ્ધતિથી ઘઉં, શાકભાજી, મગફળી, કપાસની સફળ ખેતી

અન્ય સમાચારો પણ છે...