• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • મીઠાપુરમાં કારચાલકે 4 ગાયને અડફેટે લેતાં લોકોમાં અરેરાટી

મીઠાપુરમાં કારચાલકે 4 ગાયને અડફેટે લેતાં લોકોમાં અરેરાટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામખંભાળિયા- દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 2 કિલોમીટર દૂર પેટ્રોલપંપ પાસે શનિવારે રાત્રે આશરે સાડા સાત વાગ્યે જામનગરથી મીઠાપુર તરફ જઈ રહેલી એક ટાવેરા મોટરકારના ચાલકે રસ્તા પરથી પસાર થતી 4 ગાયોને અડફેટે લીધી હતી.આ જોરદાર ટક્કરના કારણે એક ગાયનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બે ગાયને ગંભીર ઈજાઓ સાથે અહીંની લાભુબેન બરછા હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી. ઉપરાંત અન્ય એક ગાયને પણ ફેકચર થતાં સારવાર અપાઈ હતી.

બનાવ બનતા બરછા પશુ હોસ્પિટલના ડોક્ટર આંબલિયા તથા અહીંના જાણીતા એચ. આર. માડમ ટ્રસ્ટના પશુડોક્ટર અરવિંદભાઈએ જરૂરી સારવાર કરી હતી.આ અકસ્માતથી લખમનભાઈ મહારાજ તથા પાલિકાના પૂર્વ પ્રમુખ ગઢવી ઘટના સ્થળે જઇને જહેમત ઉઠાવી હતી. બનાવે ગૌભક્તોમાં શોકની લાગણી ફેલાવી છે.

નગરપાલિકા દ્વારા ઢોરોને પકડાવામા આળશ કરી જાય છે. અને પશુમાલીકો પણ પશુઓને ખુલ્લા માર્ગે છોડી દે છે. તેથી આવા ગંભીર અકસ્માત બનવા પામે છે.

એક ગાયનંુ સ્થળ પર મોત, અન્ય સારવાર હેઠળ

અન્ય સમાચારો પણ છે...