તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંવિદ્યોતેજક મંડળ સંચાલિત કસ્તુરબા નરભેરામ કુમાર મંદિરમાં ધેા. 1 થી 8માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં રકુલ સ્ટાફ સહિત વાલીઓ ઉપસ્થિત રહયાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને સૌને આવકાર્યા હતાં. બાદમાં બાળકોને કુમકુમ તિલક તથા મીઠુ મોઠું કરાવીને સ્વાગત કરાયું હતું.આ બાદ ભૂતપૂર્વ વિદ્યાર્થિઓ દ્વારા નવા વિદ્યાર્થિઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. આયોજન શાળાના આચાર્ય ગંગાબેન પંડયાના માર્ગદર્શન હેઠળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...