તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર જિલ્લામાં વાઇરલ રોગચાળો ફેલાયો, ઘેર ઘેર તાવ અને શરદીના કેસ

જામનગર જિલ્લામાં વાઇરલ રોગચાળો ફેલાયો, ઘેર-ઘેર તાવ અને શરદીના કેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરશહેર-જિલ્લામાં ચોમાસાની સાથે વાયરલ રોગચાળો પણ વકરતાં ઘેર-ઘેર તાવ-શરદીના કેસ જોવા મળતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.છેલ્લાં ત્રણ મહીનામાં જિલ્લામાં મલેરિયાના 31 અને ડેન્ગ્યૂના 13 કેસ નોંધાયા છે.ઋતુ સંક્રમણના કારણે રોગચાળો વકર્યો હોવાનું તબીબી અધિકારીઓએ જણાવ્યું છે.

ચાલું વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાં વાયરલ રોગચાળાએ માથું ઉચકયું છે. જેના કારણે તાવ,શરદી,ઉધરસના કેસમાં વધારો થયો છે.વાયરલ રોગચાળાની સાથે ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસ પણ જોવા મળતાં આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું છે.છેલ્લાં પખવાડિયાથી તો વાયરલ રોગચાળો વકરતાં ઘેર-ઘેર તાવ,શરદી,ઉધરસના કેસ જોવા મળી રહયાં છે.વાયરલ રોગચાળાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.ચોમાસામાં વરસાદના કારણે કયારેક ઠંડક અને કયારેક વરાપ નિકળતા ગરમીને કારણે બેવડી ઋતુના કારણે વાયરલ રોગચાળો વકર્યો હોવાનું તબીબી અધિકારીઓએ જણાવ્યું છે.આ ઉપરાંત સતત ભેજયુકત વાતાવરણ પણ કારણભૂત હોવાનું તબીબી અધિકારીઓએ ઉમેર્યું છે.

દર્દીઓથી ઊભરાતી હોસ્પિટલો : 11 દિવસમાં તાવના 4829 કેસ નોંધાયા

સાવચેતી જરૂરી : 3 મહિનામાં મલેરિયાના 31 અને ડેન્ગ્યુના 13 કેસ નોંધાયાં

અન્ય સમાચારો પણ છે...