તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર જિલ્લામાં મલેરિયાની રોકધામ માટે વ્યાયામનો પ્રારંભ

જામનગર જિલ્લામાં મલેરિયાની રોકધામ માટે વ્યાયામનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારદ્વારા ૨૦૨૨ સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાત - અભિયાન પાંચ વર્ષમાં હાંસલ કરવા સૂચન કરાયું છે. જામનગર જિલ્લામાં જુલાઈ-૨૦૧૭ માસમાં મોનસુન સીઝન સર્વેલન્સ રાઉન્ડ-૨ તા. 10 જુલાઇ થી તા.15 જુલાઇ સુધી વાહકજન્ય રોગ અટકાયતની પ્રવુતિઓ ઝુંબેશના રૂપે અમલ હાથ ધરવાનું નક્કી કરાતા તમામ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને તમામ પરિક્ષણો હાથ ધરવામાં આવ્યા છે.

જામનગર જિલ્લા(ગ્રામ્ય)માં ડેન્ગ્યૂ, મેલેરિયા જેવા વાહકજન્ય રોગ અટકાયતી અને નિયંત્રણ કામગીરીને ઝુબેશ રૂપે જુલાઈ-૨૦૧૭ માસમાં મોનસુન સર્વેલન્સ રાઉન્ડ-૨ શરૂ કરાયાં છે. જેમાં તમામ આરોગ્ય કર્મચારી (મ.૫.હે.વર્કર, ફિ.હે.વર્કર), આશા તેમજ આરોગ્ય સ્વયંસેવકો દ્વારા વિવિધ ગામો હાઉસ ટુ હાઉસ રૂબરૂ ફિલ્ડ મુલાકાત કરીને તમામ તાવના કેશો શોધીને લોહી નમુનાનું પરીક્ષણ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે. તેમજ મચ્છર ઉત્પતિ અટકાવા માટે પોરાનાશક કામગીરી, આરોગ્ય શિક્ષણ (પત્રિકા વિતરણ, માઈક પ્રચાર વગેરે) અને મચ્છર ઉત્પતિ સ્થાનો દુર કરવા માટે સમજ આપીને જનહિતની આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવે છે.

10 જુલાઇના રોજના રોજ જામનગર જિલ્લા(ગ્રામ્ય)ના ઘરો-૧૯૪૨૮માં સર્વે દરમિયાન ૬૮૨૩૦ મચ્છરના ઉત્પતિ સ્થાનોની તપાસ કરીને ૨૮૮૯૫માં પોરાનાશક દવા નાખેલી, ૫૩૦ જેવા મચ્છરના ઉત્પતિ સ્થાનો નાશ/નિકાલ કરાયો છે.11 જુલાઇ સુધીમાં જામનગર જિલ્લા(ગ્રામ્ય)ના ઘરો-૪૧૮૮૬માં ૨૦૯૩૫૨ લોકોનું સર્વે દરમિયાન ૧૫૦૭૧૧ મચ્છરના ઉત્પતિ સ્થાનોની તપાસ કરીને ૬૬૧૮૯માં પોરાનાશક દવા નાખેલ, ૧૧૩૪ જેવા મચ્છરના ઉત્પતિ સ્થાનો નાશ/નિકાલ કરાયો છે.

મોનસુન સર્વેલન્સ રાઉન્ડ-૨માં તા.11 જુલાઇના દેનિક ફિલ્ડ કામગીરીની વિગતમાં જામનગર જીલ્લા(ગ્રામ્ય)ના ૪૯૬ આરોગ્ય કર્મચારી દ્વારા ગામ-૧૮૮ની વસ્તી-૧૧૩૩૮૭, ઘરો-૨૨૪૫૮ હાઉસ ટુ હાઉસ મુલાકાત કરતા તાવના કેશ-૬૨૨, તાવના લોહીના લીધેલા નમુનાની સ્લાઈડ-૬૨૨, પોઝીટીવ મેલેરિયા કેશ-૦ (શૂન્ય) મળ્યાં છે. મચ્છર ઉત્પતિ અટકાવવા પોરાનાશક કામગીરીમાં તપાસેલા પાત્રોની સંખ્યા-૮૨૪૮૧, પોરા મળેલા પાત્રોની સંખ્યા-૪૪૬, એબેટ દવા નાખેલા ખુલ્લા પાત્રોની સંખ્યા-૩૭૨૯૪, નાશ ,નિકાલ કરેલા પાત્રોની સંખ્યા-૬૦૪, પત્રીકા વિતરણ-૭૨૫૦, માઈક પ્રચાર, બી.ટી.આઈ. છટકાવ કરેલ પાણી ભરેલ ખાડા-૯૨, બળેલ ઓઈલ,કેરોસીન નાખેલ ખાડાની સંખ્યા-૧૦૩, પોરાભક્ષક ગપ્પી-ગમ્બુસીયા માછલી નાખેલ સ્થળની સંખ્યા-૩૯, શંકાસ્પદ ડેન્ગ્યુ કેશ વાળા વિસ્તારોમાં ઘરની અંદર ઇન્ડોર ફોગીગ-૧૨૫ ઘરમાં કરાયું છે.

622 તાવના કેસ અને લોહીના 622 નમૂના લેવાયાં

આરોગ્ય અધિકારી દ્વારા મચ્છરોના ઉત્પત્તિ સ્થાન નાબૂદ કરવા ઝુંબેશ

અન્ય સમાચારો પણ છે...