Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar News - latest jamnagar news 030155

દ્વારકા જિલ્લામાં 5 વર્ષમાં 587 દર્દીએ મા કાર્ડનો લાભ લીધો

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:02 AM

યોજના

  • Jamnagar News - latest jamnagar news 030155
    સરકાર દ્વારા વર્ષ 2012-13થી દર્દીઓને ગંભીર અકસ્માતો અને ગંભીર બિમારીમાં હોસ્પીટલમાં ફ્રિમાં સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ માં કાર્ડ જારી કરેલ છે. જે યોજનાનો દ્વારકા જિલ્લામાં 2013થી લઇ અત્યાર સુધી વિવિધ હોસ્પીટલોમાં 587 દર્દીઓએ લાભ લીધો છે.જેના માટે સરકાર દ્વારા 31,623,921 કરોડનો ખર્ચ આ કાર્ડ હેઠળ ચૂકવાયો છે.

    2013માં મા અમૃતમ કાર્ડ યોજના બહાર પાડી છે. જેમાં જામનગરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને કેન્સર,ઓર્થોપેડીક તેમજ મલ્ટીટ્રોમા અટલે કે અકસ્માત કેસમાં એકથી વધુ અંગોને ઇજા વગેરે કેસમાં મા કાર્ડનો લાભ આપ્યો છે. પરંતુ જી જી હોસ્પિટલમાં ન્યુરો સર્જન ન હોવાથી એમઆરઆઇનો લાભ આપીને દર્દીઓને અન્ય જગ્યાએ મોકલાઇ છે. 2013થી અત્યાર સુધીમાં 587 દર્દીઓ આ યોજનાનો લાભ લઇ ચુક્યા છે. જ્યારે અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ 3161 દર્દી લાભ લઇ ચુક્યા છે.

    શું છે આ બન્ને યોજના, કઇ રીતે લાભ મળે

    2013માં મુખ્યમંત્રી અમૃતમ મા કાર્ડ યોજના જારી કરી છે.જેમાં ગરીબી રેખા હેઠળ આવતા પરિવારો પોતાના સભ્યો સાથેનું આરોગ્ય વિભાગમાંથી મા કાર્ડ બનાવવું જરૂરી છે.જેમાં શરતો મુજબ હોસ્પીટલમાં ફ્રિમાં સારવાર મળે છે. અમૃતમ વાત્સલ્યમાં કોઇ પણ વ્યક્તિ ઇન્કમ સર્ટિફિકેટ બતાવીને યોગ્ય મળતી મેળવી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ