તૂટેલાં પુલ પાસે તંત્રે ડાયવર્ઝન આપ્યા બાદ રિપેરિંગની તસ્દી પણ લીધી નથી

કલ્યાણપુર તાલુકાના મૂળિ અને કનકપુર ગામ વચ્ચેના રસ્તા પર આવેલ પૂલ ચોમાસામાં તૂટી ગયો છે.પાંચ મહિનાથી પૂલ તૂટેલો...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:01 AM
Jamnagar News - latest jamnagar news 030114
કલ્યાણપુર તાલુકાના મૂળિ અને કનકપુર ગામ વચ્ચેના રસ્તા પર આવેલ પૂલ ચોમાસામાં તૂટી ગયો છે.પાંચ મહિનાથી પૂલ તૂટેલો છે.પરિણામે બે ગામને જોડતા રસ્તામાંથી પસાર થવામાં વાહનચાલકોને ભારે પરેશાની વેઠી રહ્યા છે.પાંચ મહિના પુર્વે વરસાદમાં પૂલ તૂટી ગયો હતો.છતા પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા એનકેન બહાના હેઠળ પૂલ રિપેરિંગ કરવામાં આવ્યો નથી.માત્ર તંત્રએ ડાઇવર્ઝન આપીને વાહનચાલકોને નિકળવા વૈકલ્પીક વ્યવસ્થા કર્યા બાદ રિપેરિંગ કરવા જરા પણ તસ્દી લીધી નથી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મૂળિ-કનકપુર વચ્ચેના સિંગલ પટી રોડ પર આવેલ પુલ ચોમાસામાં ધરાશાયી થયો છે.પાંચ મહિના પુર્વે આ પુલ ચોમાસામાં જર્જરિત થય પડી ભાંગ્યો હતો.અને સરપંચ દ્વારા રિપેરિંગકાર્ય કરવા જિલ્લા પંચાયતમાં લેખિતમાં રજુઆત આપી હતી.છતા પણ જવાબદારો દ્વારા આજદિન સુધી રોડ પહોળો કરવાનો છે ને ડબલ પટ્ટી રોડ કરવાનો છે,જેવા બહાના બતાવીને પુલની કામગીરી કરવામાં આવી નથી.મહત્વનું છે કે,બન્ને ગામના વાહનોને પસાર થવામાં આ રોડ મહત્વનો છે.પરંતુ પુલ તૂટેલો હોવાની ઇમરજન્સી વાહનોને પસાર થવામાં ભારે હાલાકી થઇ રહી છે.

કલ્યાણપુરના મૂળી-કનકપુર વચ્ચેના રોડનો પુલ પાંચ મહિનાથી બિસમાર

જિલ્લા પંચાયતમાં સંબંધિત તંત્રને રજૂઆત

ચોમાસામાં પાણીના વેણથી ધોવાઇ જતા પૂલ તૂટી ગયો છે.જે અંગેની જિલ્લા પંચાયતમાં ગ્રામ પંચાયત દ્વારા સબંધિત તંત્રમાં રજુઆત કરવામાં આવી છે.અને તાત્કાલીક પુલની રિપેરિંગ કામગીરી કરવા માંગ કરવામાં આવી છે.પરંતુ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.તેવા જવાબો મળ્યા છે. ઘેલુભા જામ, મૂળી સરપંચ

રોડ પહોળો કરવાની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે

કનકપુર માળી વચ્ચેનો રોડ પણ બિસમાર અને સિંગલ પટ્ટી છે.જેથી 5.5 મીટરની પહોળાઇ ધરાવતો ડબલ ટ્રેક રોડ બનાવવાનો છે.જેથી પૂલની કામગીરી તે સમયે કરવામાં આવશે.હાલામાં ઉચ્ચકક્ષાએથી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી ચાલું છે.ટેન્ડર પાસ થતા પ્રથમ પુલના કામને અગ્રતા અપાશે. હેમંતભાઇ ડાંગર, ડેપ્યુટી ઇજનેર

X
Jamnagar News - latest jamnagar news 030114
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App