Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » જામનગર જિલ્લાકક્ષાની સ્વાતંત્ર પર્વની ઉજવણી જામજોધપુરમાં કરાશે

જામનગર જિલ્લાકક્ષાની સ્વાતંત્ર પર્વની ઉજવણી જામજોધપુરમાં કરાશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:01 AM

પર્વની ઉજવણી| જામનગરમાં 14 ઓગસ્ટના રોજ ત્રિરંગા યાત્રા યોજાશે

  • જામનગર જિલ્લાકક્ષાની સ્વાતંત્ર પર્વની ઉજવણી જામજોધપુરમાં કરાશે
    સ્વાતંત્ર પર્વ 15 ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી જામજોધપુરમાં થશે. ઉજવણી પૂર્વે 14 ઓગષ્ટના ત્રિરંગા યાત્રા યોજાશે. સ્વાતંત્ર પર્વની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી ચાલી રહી છે.

    સ્વાતંત્ર પર્વની ઉવજવણીના આયોજન માટે યોજાયેલી બેઠકમાં કલેકટર રવિ શંકરે ઉપસ્થિત જિલ્લાના તમામ વિવિધ વિભાગના અધિકારીઓને ઉજવણીમાં સહભાગી થઇ કાર્યક્રમ સુચારૂ રીતે પાર પડે તે માટે સુચનો કર્યા હતા. તા.14 ઓગષ્ટના રોજ ત્રિરંગા યાત્રા ક્રિકેટ બંગલાથી શરૂ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત ફરશે.

    રિહર્સલ તેના અગાઉના દિવસે કરાશે. જામજોધપુરમાં ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો યોગ નિદર્શન કરશે. ત્યારબાદ ઉપસ્થિતો દ્વારા વૃક્ષારોપણ પણ કરાશે. બેઠકમાં નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending