આયુર્વેદ યુનિ.ના કર્મચારીએ ઈચ્છા મૃત્યુની માગણી કરી

યુનિ.એ હક્ક હિસ્સા ચૂકવવામાં ન આવતા રાજ્યપાલને અરજી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:01 AM
આયુર્વેદ યુનિ.ના કર્મચારીએ ઈચ્છા મૃત્યુની માગણી કરી
આયુર્વેદ યુનિના કર્મીને હાઇકોર્ટે પુનઃ ફરજ પર લેવાનો હુકમ કર્યો હોવા છતાં હક્ક હિસ્સા ન મળતા ગુજરાન ચલાવવું મુશ્કેલ હોવાનું જણાવી રાજ્યપાલને અરજી કરી ઈચ્છા મૃત્યુની માગ કરી છે.

જામનગર આયુર્વેદ યુનિવર્સીટીમાં રોગ વિજ્ઞાન વિભાગમાં લેબ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારી દિપકભાઈ યુ. પરમારને 2003માં નોકરીમાંથી છૂટા કરાયા હતાં. આથી દિપકભાઈએ પોતાને થયેલા અન્યાય સામે કોર્ટમાં કેસ કર્યો હતો. જે ચાલી જતાં અદાલતે દિપકભાઇને પુનઃ નોકરી પર લેવાનો કોર્ટ હુકમ કર્યા બાદ આયુર્વેદ યુનિવર્સીટી દ્વારા આ કર્મચારીને નોકરીની તારીખથી સિનિયોરીટી ગણી ફરજ મુક્ત કર્યો હતો. આથી દિપકભાઇએ તે સમયથી પગારનું ફિક્સેશન કરી તેમનો હાલનો થતો પગાર ગ્રેડ અનુસારનો પગાર વગેરે હક્ક હિસ્સા આપવા માટે આયુર્વેદ યુનિમાં વારંવાર માગણી અને રજુઆત કરી હતી. પરંતુ યુનિ.દ્વારા કોઇ કાર્યવાહી કરી ન હતી.

આથી દિપકભાઇએ કંટાળીને રાજયપાલને કરેલી રજૂઆતમાં કારમી મોંઘવારીમાં હાલમાં 14 હજાર પગાર હોય લોન લીધી હોય તેના હપ્તા પણ ભરાતા નથી, પુત્રના ઉચ્ચ અભ્યાસમાં, મકાન ભાડામાં પગાર વપરાય જાય છે તે સહિતના મુદ્દા સાથે મારી આવી ખરાબ આર્થિક-સામાજિક પરિસ્થિતિથી કંટાળીને હવે ઈચ્છા મૃત્યુ સિવાય કોઈ વિકલ્પ નથી. આથી ઈચ્છા મૃત્યુ માટે રજા આપવા માગણી કરી છે.

X
આયુર્વેદ યુનિ.ના કર્મચારીએ ઈચ્છા મૃત્યુની માગણી કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App