Home » Saurashtra » Latest News » Jamnagar » જામનગરના ડેલ્ટા માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળા સાેયલના વિદ્યાર્થીઓ ઝળક્યા

જામનગરના ડેલ્ટા માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળા સાેયલના વિદ્યાર્થીઓ ઝળક્યા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:01 AM

જામનગર : શાળાકીય રમતોત્સવ અંડર 19 એથ્લેટિક્સ સિદસરમાં તા. 7ના યોજવામાં આવી હતી. જેમાં ડેલ્ટા માધ્યમિક તથા ઉ.મા. શાળા...

  • જામનગરના ડેલ્ટા માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળા સાેયલના વિદ્યાર્થીઓ ઝળક્યા
    જામનગર : શાળાકીય રમતોત્સવ અંડર 19 એથ્લેટિક્સ સિદસરમાં તા. 7ના યોજવામાં આવી હતી. જેમાં ડેલ્ટા માધ્યમિક તથા ઉ.મા. શાળા સોયલના વિદ્યાર્થીઓએ સમગ્ર ધ્રોલ તાલુકાનું નામ રોશન કર્યુ છે અને તેઓએ અંડર 19 એથ્લેટિક્સ ભાઈઓમાં ડેલ્ટા સ્કૂલ સોયલના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ સારૂ પ્રદર્શન કર્યુ હતું. જે અંતર્ગત 100 અને 200 મીટર દોડમાં ભેંસદડિયા આર્યન અરજણભાઈ સમગ્ર જીલ્લામાં પ્રથમ નંબર, 400 મીટર દોડમાં ગાંભવા અભય કુવરજીભાઇ સમગ્ર જીલ્લામાં પ્રથમ, ત્રિપલ જમ્પમાં બાલસરા નિલેષ દેવાયતભાઈ સમગ્ર જીલ્લામાં પ્રથમ તથા 800 મીટરમાં દ્વિતીય અને 100 × 4 રિલેદોડમાં પ્રથમ નંબર મેળવેલ છે. આ બધા વિદ્યાર્થીઓ આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે તથા શાળાના સંચાલક મંડળ, કેમ્પસ ડાયરેક્ટર, આચાર્ય તથા સમગ્ર શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓ તથા તેમને માર્ગદર્શન પૂરું પાડનાર કૌશિકભાઈ ઘેટીયાને બિરદાવવામાં આવ્યા હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ