ચારિત્ર પર શંકા કરી માર માર્યાની પતિ સામે ફરિયાદ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:01 AM IST
Jamnagar News - latest jamnagar news 030104
જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર રહેતી પરીણીતાએ ચારીત્રય પર શંકા કરી પતિએ ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પરીણીતાએ પ્રેમલગ્ન કર્યાંનું જાણવા મળ્યુ છે.

જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર બાબુ અમૃતના વાડા પાસે રહેતી દિવ્યાબેન વિરેનભાઇ પંડયા નામની પરીણીતએ પોતાના ચારીત્રય પર શંકા કરી ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પતિ વિરેન મુકેશભાઇ પંડયા સામે નોંધાવી છે. આ બનાવની ફરિયાદના આધારે મહિલા પોલીસે આરોપી પતિ સામે હુમલો અને સ્ત્રી અત્યાચાર ધારા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પતિ વિરેનભાઇએ અવાર નવાર ત્રાસ ગુજાર્યાનું ફરિયાદમાં જણાવ્યુ છે. જેના આધારે વધુ તપાસ મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઇ પી.જી.પનારાએ હાથ ધરી છે.

X
Jamnagar News - latest jamnagar news 030104
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી