• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરના બંધ બંગલાને નિશાન બનાવી તસકરો 3 લાખની મતા લઇ ગયા

જામનગરના બંધ બંગલાને નિશાન બનાવી તસકરો 3 લાખની મતા લઇ ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના પોશ ગણતા પંચવટી વિસ્તારમાં આવેલા એક બંધ બંગલાને રાત્રી દરમ્યાન નિશાન બનાવીને ત્રાટકેલા કોઇ તસ્કરો રૂ.બે લાખની રોકડ રકમ ઉપરાંત એક લાખના દાગીના સહીત ત્રણ લાખનો માતબર દલ્લો ઉઠાવીને રફુચકકર થયાનો બનાવ બહાર આવતા ચકચાર જાગી છે.આ બનાવના પગલે પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઇને તસ્કરોને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જામનગરમાં પંચવટી વિસ્તારમાં ગૌશાળા નજીક બ્રાહ્મણ સમાજની વાડી પાસે પાસે આવેલા જય નામના રહેણાંક બંગલામાં મોડી રાત્રી દરમ્યાન કોઇ તસ્કરો દરવાજાના તાળા તોડીને અંદર ધુસ્યા હતા અને રૂમમાં કબાટના લોક તોડીને અંદરથી રૂ.બે લાખની રોકડ રકમ ઉપરાંત એક લાખની કિંમતના સોના ચાંદીના દાગીના સહીત ત્રણ લાખનો માતબર દલ્લો ઉઠાવીને પલાયન કરી ગયાનુ બહાર આવ્યુ છે.

ચોરીના આ બનાવની જાણ થતા સીટી બીના પીઆઇ કે.પી.જોશી અને એએસઆઇ દિગુભા જાડેજા સહીતનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો.આ ચોરીની અનિરૂધ્ધસિ઼હ સજુભા જાડેજાની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુન્હો નોંધ્યો છે.પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઇને તસ્કરોને પકડી પાડવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ઉપરોકત બંગલો શહેરના હોટલ સંચાલક સુખદેવસિંહ સોલંકીની માલિકીનો હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...