ખંભાળિયામાં ટેકાની મગફળીની ખરીદીમાં ઝડપ વધારવાની માંગ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:01 AM IST
Jamnagar News - latest jamnagar news 030101
દ્વારકા જિલ્લામાં પાકવીમાં યોજના અંતર્ગત જે તે સમયે દરેક ગામદીઠ 5 ક્રોપ કટિંગ કરવાના થતા હતા.પરંતુ પાકવીમાં કંપનીએ પાકવિમો કેવી રીતે ઓછો આપવો પડે તેના નાટકો ચાલુ કરી દીધા છટકબારીઓ શોધવા લાગ્યા જેના ફળસ્વરૂપ અંદાજે 300 પાક કાપણી અખતરાઓ શંકાસ્પદ ગણાવી પાક વીમો કેમ ઓછો આપવો પડે, કેમ મોડો ચૂકવવો પડે તેની વેતરણ કરવા લાગી છે. 300 પાક કાપણી અખતરાઓ શંકાસ્પદ કર્યા છે.તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી ધીમે ગતિએ કરાઇ રહી છે.જે મુજબ ખરીદી થાય તો 90 દિવસે પણ શક્ય નથી. ખંભાળિયામાં આજે ખેડુત સંમેલન યોજાશે અને કલેક્ટરને બન્ને મુદ્દે રજુઆત કરશે.

મગફળી ખરીદીના બધા જ નિયમો કોરાણે મૂકી ગોકળગાય ગતિએ ખરીદીની પ્રક્રિયાના કારણે આજે જેટલી ખરીદી થઈ જવી જોઈએ તેની 10% જ ખરીદી થઈ શકી છે 90% ખરીદી મુલતવી રહેતી જાય છે. જિલ્લામાં 90 દિવસમાં ખરીદવાની થતી કુલ 80684 ટન મગફળી 90 દિવસના બદલે 900 દિવસે ખરીદી થાય એવી સ્થિતિ ઉભી થઇ છે. જેથી તાત્કાલીક મગફળી ખરીદવામાં આવે તેમજ યોગ્ય પાકવિમો ચુકવવામાં આવે તે માટે આજે ખંભાળિયામાં જોધપુર ગેટ ચોક ખાતે ખેડુતોએ પોતાની ઓનલાઇન રસીદની એક નકલ સાથે લાવી આ લડતમાં ઉમટી પડવા ખેડુત હીત રક્ષક સમિતિ દ્વારા દરેક ખેડૂતોને આહવાન કર્યું છે.

X
Jamnagar News - latest jamnagar news 030101
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી