• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ધ્રાફા મેઘપરમાં મકાનમાં જુગાર રમતા 12 પત્તાંપ્રેમીને ઝડપી લેવાયા

ધ્રાફા-મેઘપરમાં મકાનમાં જુગાર રમતા 12 પત્તાંપ્રેમીને ઝડપી લેવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે એક મકાનમાં જુગાર ચલાવાતો હોવાની બાતમીના આધારે પોલીસે હરદેવસિંહ કરણભા જાડેજાના મકાનમાં દરોડો પાડયો હતો જેમાં છ શખ્સ જુગાર રમતા માલુમ પડયા હતા. આથી પોલીસે મકાનમાલિક હરદેવસિંહ, હરીલાલ પુંજાભાઇ પુરોહીત, ભોવાન નાથાભાઇ દવે, મનીષ જેન્તીલાલ ઉદેશી, મુકેશ નાનુભાઇ અનડકટ અને જેન્તીલાલ જાદવજીભાઇ મુંજપરાને પકડી રૂ.17,440ની મતા કબજે કરી હતી.

લાલપુરના મેઘપર ગામે એક મકાનમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે ધ્રુપતસિંહ કેશુભા કેશુરાણાના મકાનમાં દરોડો પાડયો હતો જેમાં પોલીસે મહીપતસિંહ રીણાજી કંચવા, મહેન્દ્રસિંહ ઉર્ફે સહદેવ ભાવસંગજી ચુડાસમા, વનરાજસિંહ અજીતસિંહ ચુડાસમા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે યુવરાજસિંહ કિરીટસિંહ જાડેજા, કનકસિંહ મનુભા જાડેજા અને પ્રધ્યુમનસિંહ ઉર્ફે મુનાભાઇ જાડેજાને પકડી પાડી રૂા.62,300ની રોકડ સહીતની મતા કબજે કરી હતી.જયારે દરોડા દરમ્યાન ધ્રુપતસિંહ હાજર નહી મળતા પોલીસે તેની શોધખોળ સાથે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...