નિસર્ગ વનસ્પતિ પરિચય શિબિરનું આયોજન

જામનગર : નવાનગર નેચર કલબ તથા ગિરનારી મંડળના સંયુકત ઉપક્રમે શહેરમાં પ્રથમ વખત તા. 11, 12ના નિસર્ગ વનસ્પતિ પરીચય...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:01 AM
નિસર્ગ વનસ્પતિ પરિચય શિબિરનું આયોજન
જામનગર : નવાનગર નેચર કલબ તથા ગિરનારી મંડળના સંયુકત ઉપક્રમે શહેરમાં પ્રથમ વખત તા. 11, 12ના નિસર્ગ વનસ્પતિ પરીચય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પર્યાવરણવિદો તથા વનસ્પતિ શાસ્ત્રીઓ ઉપસ્થિત રહેશે. બે દિવસીય શિબિરમાં ગુજરાત આર્યુવેદીક વનસ્પતિઓ વિશે તથા બરડા ડુંગરમાં થતી વિવિધ વનસ્પતિઓ વિશે અભ્યાસ અને ચર્ચા કરવામાં આવશે તથા હાલારમાં લુપ્ત થતી વનસ્પતિઓ અને વૃક્ષોરોપણ અને કયાં પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવું જોઇએ તેનું માર્ગદર્શન આપવામાં આવશે અને શહેરના ઉમેશભાઇ થાનકી દ્વારા પુસ્તક બરડાની જડીબુટ્ટીઓમાં વર્ણવેલ 600 થી વધુ વનસ્પતિઓનો સ્લાઇડ શો બતાવવામાં આવશે તો શિબિરમાં ભાગ લેવા તથા વધુ માહિતી માટે ઉમેશભાઇનો સંપર્ક કરવા જણાવાયું છે.

X
નિસર્ગ વનસ્પતિ પરિચય શિબિરનું આયોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App