ઊંટ ઉપર દારૂની હેરાફેરી ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવુભૂમિ દ્વારકા જિલ્લાના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેની સુચના અનુસાર સ્ટાફ ભાણવડ પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો જે દરમિયાન ભાણવડ નજીક સતસાગર તળાવ વિસ્તારમાં ફિલ્ટરનેશ પાસેથી એક શખ્સ ઊંટ પર શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે તેને આંતર્યો હતો. ઉપરોકત શખ્સની તલાશી દરમિયાન તેના કબજામાંથી રૂ.32,000ની કિંમતની ઇંગ્લીશ દારૂની 80 બોટલ મળી આવી હતી.

જોકે, આ દરોડાની કાર્યવાહી દરમિયાન આ શખ્સ ઊંટ સાથે પલાયન થઇ ગયો હતો. આથી ઇંગ્લીશ દારૂનો માતબર જથ્થો કબજે કરી પોલીસે નાશી છુટેલા રાજુ કારાભાઇ (રે.કિલેશ્વર નેશ,ભાણવડ)ને ફરારી જાહેર કરી તેની શોધખોળ સાથે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ભાસ્કર ન્યુઝ.જામનગર

અન્ય સમાચારો પણ છે...