Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » જામનગરમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ધ્રોલ તાલુકાના ખેડૂતોની કિસાનગોષ્ઠિ યોજવામાં આવી

જામનગરમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ધ્રોલ તાલુકાના ખેડૂતોની કિસાનગોષ્ઠિ યોજવામાં આવી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:00 AM

જામનગર : આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર એન.એ.કાલાવડીયાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ તાલુકાના 144 ખેડુતોની કિશાનગોષ્ઠી...

  • જામનગરમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ધ્રોલ તાલુકાના ખેડૂતોની કિસાનગોષ્ઠિ યોજવામાં આવી
    જામનગર : આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર એન.એ.કાલાવડીયાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ તાલુકાના 144 ખેડુતોની કિશાનગોષ્ઠી લૈયાળા ગામમાં યોજવામાં આવી હતી. તાલીમમાં ધ્રોલ વિસ્તરણ અધિકારી જે.કે.શિયાર દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અને ખરીફ પાક અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા સંદીપ પટેલ દ્વારા ચોમાસા પાકોમાં રોગ જીવાત નિયંત્રણ માટે લેવાની જરૂરી કાળજી વિશે તાલીમ અપાઇ હતી. બી.એ.એસ.એફ. કંપનીના મેનેજર કે.પી.બારડ દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટેની માહિતી પુરી પડાઇ હતી તથા રાહુલભાઇ પરમાર દ્વારા સુક્ષ્મપિયત પધ્ધતિના ફાયદા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમનું સંચાલન ધ્રોલ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર મુકેશ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending