દીવમાં યોજાઇ આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા

દીવમાં યોજાઇ આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:00 AM IST
રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા દીવમાં બુધવારે આંતર કોલેજ ગર્લ્સ-બોયઝની ક્રોસ કન્ટ્રી સ્પર્ધા યોજાઇ હતી. દીવ કોલેજના યજમાનપદ હેઠળ ક્રોસ કન્ટ્રીમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનાં 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગર્લ્સમાં 55 અને બોયઝમાં 62 ખેલાડીઓનો સમાવેશ થાય છે. સ્પર્ધાનો પ્રારંભ દીવ કોલેજના પ્રિન્સિપાલ ડો.અપૂર્વ શર્માએ કરાવ્યો હતો. બહેનોની સ્પર્ધામાં રાજકોટની જે.જે.કુંડલિયા કોલેજની ચૌહાણ રેખાએ 10 કિ.મી.48:51ના સમયમાં પૂરું કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ભાઇઓમાં રાજકોટની જસાણી કોલેજના ઝાલાવડિયા ખોડાભાઇએ 39:27ના સમયમાં પૂરું કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધાના ભાઇઓના વિભાગમાં જામનગરની ડીકેવી કોલેજ, જ્યારે બહેનોના વિભાગમાં રાજકોટની જે.જે.કુંડલિયા કોલેજ જનરલ વિજેતા બની છે. વિજેતા ખેલાડીઓને દીવ કલેક્ટર હેમંતકુમારના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. ટૂર્નામેન્ટના ઓબજરવર તરીકે સિન્ડીકેટ ડોકટર ગિરિશ ભીમાણી હાજર રહ્યા હતા. ટૂર્નામેન્ટનું સંચાલન દીવ કોલેજના શારીરિક શિક્ષણ વિભાગના ડો.સંજય આર.કુમારખાણિયાએ કર્યું હતું.

CROSS COUNTRY

10 કિ. મી. ની સ્પર્ધામાં બોયઝ-ગર્લ્સમાં રાજકોટે મેદાન માર્યું

ક્રોસ કન્ટ્રીમાં 10 કિલોમીટરની દોડ લગાવી રહેલા દોડવીરો, મહિલામાં વિજેતા બનેલી રાજકોટની ખેલાડી.

દીવમાં યોજાયેલી સ્પર્ધામાં એકપણ દોડવીર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિ. માટે ક્વોલિફાઇ ન થયા

ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં ભાઇઓમાં 10 કિ.મી.નું અંતર 35:09ના સમયમાં અને બહેનોમાં 41:29ના સમયમાં પૂરું કરે તો જ તે દોડવીર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની સ્પર્ધામાં ભાગ લઇ શકે. જો કે, દીવમાં યોજાયેલી ક્રોસ કન્ટ્રીમાં ભાઇઓ કે બહેનોમાં એક પણ ખેલાડી ક્વોલિફાઇંગ ટાઇમ પૂરો કરી શકયા ન હતા.જેને કારણે આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દોડવીર આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.

ભાઇઓમાં વિજેતા

ખેલાડી કોલેજ સમય

ઝાલાવડિયા ખોડાભાઇ રાજકોટ 39:27:37

સોલંકી ધર્મેન્દ્ર જામનગર 39:44:62

સોલંકી પરેશ દીવ 40:58:53

બહેનોમાં વિજેતા

ખેલાડી કોલેજ સમય

ચૌહાણ રેખા રાજકોટ 48:51

ગોહિલ અમૃતા રાજકોટ 49:40

માજી કાજલ જામનગર 49:46

X
દીવમાં યોજાઇ આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી