જામનગરના ઝૂંપડપટ્ટીના બાળકોના લાભાર્થે ચેરિટી શો

શહેરની પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગીરથ કાર્ય ફંડ બાળકોના વિકાસ અર્થે વાપરવામાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:00 AM
જામનગરના ઝૂંપડપટ્ટીના બાળકોના લાભાર્થે ચેરિટી શો
જામનગરમાં પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ શહેરમાં આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના લાભાર્થે અનેકવિધ કાર્યક્રમો સહિત શિક્ષણને લગતા કામો કરવામાં આવી રહયા છે ત્યારે તા.11ના રાત્રે 9 વાગ્યે ટાઉનહોલમાં “નાટયંજલિ” ઝૂપડપટ્ટીના બાળકોના લાભાર્થે ચેરીટી શોનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકત્રીત થયેલ ફંડ બાળકોના લાભાર્થે ઉપયોગમાં લેવામા ંઆવશે. શહેરમાં આવેલ પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઝુંપડપટ્ટીના બાળકોના લાભાર્થે ચેરીટી શોનું આયોજન કરવામાં આવ્યંુ છે.

જેમાં 3 વિવિધ નાટકો ભજવવામાં આવશે અને પ્રથમ બે નાટકો જામનગરની નાટયસંસ્થા રંગસેતું ગ્રુપ ઓફ થીયેટર દ્વારા ડો.જગદીશ ત્રિવેદી લિખિત ‘ત્રિભેટો’, કલ્પેશ વ્યાસ લિખિત બેચારા બબલુ રજૂ થશે અને ભાવનગરની અનુભવી નાટયસંસ્થા ટીમવર્ક ગ્રુપ ઓફ થીયેટર દ્વારા ખૂબ રોચક એવું ડો.જગદીશ ત્રિવેદી લિખિત ‘મહાભિનિષ્ક્રમણ’ એકાંકી ભજવવામાં આવશે.

આ ઉપરાંત શહેરના ઝૂપડપટ્ટીના બાળકો દ્વારા સંજૂ પરમાર દ્વારા તૈયાર કરાવેલ એક સ્પેશિયલ પરફાેર્મન્સ શરૂઆતમાં રજુ કરવામાં આવશે તો પાસ મેળવવા રાજ રાજેશ્ચરી સોસાયટી, ઉધોગનગર જકાતનાકા પાસે, મુરલીધર ફર્નિચર પાછળ,ઈન્દિરા માર્ગનો સંપર્ક કરવા જણાવ્યું છે

કાર્યક્રમમાં મનોરંજનની સાથે ઝૂપડપટ્ટીના બાળકોને આરોગ્ય, શૈક્ષણિક, પોષણક્ષમ ભવિષ્ય આપવામાં મદદરૂપ થવા શહેરીજનોને ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ ધારાબેન પુરોહિત, કન્વીનર પરિમલભાઈ ભટ્ટ, પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર ભાવેશભાઈ રાઠોડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

X
જામનગરના ઝૂંપડપટ્ટીના બાળકોના લાભાર્થે ચેરિટી શો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App