દ્વારકા પંથકમાં જૂગટું રમતી 10 મહિલા સહિત અગિયાર ઝબ્બે

દરોડામાં રોકડ સહિત રૂ. 39075ની માલમતા કબજે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:00 AM
દ્વારકા પંથકમાં જૂગટું રમતી 10 મહિલા સહિત અગિયાર ઝબ્બે
ખંભાળીયા અને દ્વારકા પંથકમાં પોલીસે જુદા જુદા દરોડા દરમ્યાન જુગાર રમતી 11 મહીલા સહીત 12 શખ્સોને પકડી પાડી રોકડ રકમ સહીત રૂ.39,075ની માલમતા કબજે કરી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં ખંભાળીયામાં પોલીસે મકાનમાંથી જુગારધામ ઝડપી પાડયુ હતુ.

ખંભાળીયામાં સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે જયેશભાઇ હેમતભાઇ ખેતીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો જે દરોડા દરમ્યાન ચાર મહીલા સહીત પાંચ જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે મકાનમાલિક જયેશ ઉર્ફે પીન્ટુ ખેતીયા ઉપરાંત લલીતાબેન ગોવિંદભાઇ પાંઉ, ઉષાબા ગંભીરસિંહજી સોઢા અને કમળાબેન હેમંતભાઇ ખેતીયાને પકડી પાડી રૂ.36,950ની રોકડ રકમ સહીતની માલમતા કબજે કરી હતી.

જયારે દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં માઇક્રો ટાવર વાળી શેરી પાસેથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમવા સબબ પ્રેમીલાબેન હરીશભાઇ કાપડી, પુજાબેન ઉમેશભાઇ કાપડી, મુકતાબેન કિશોરભાઇ ઝાંખરીયા, પુરીબેન તેજાભાઇ ચાનપા, રજીયાબેન સાહીદભાઇ માખડા, હીરલબેન જીતુભા સુમણીયા અને નીતાબેન વિનોદભાઇ જેઠવાને પકડી પાડી રૂ.2125ની રોકડ સહીતની મતા કબજે કરી ધોરણસર કાર્યવાહી હથા ધરી હતી.

X
દ્વારકા પંથકમાં જૂગટું રમતી 10 મહિલા સહિત અગિયાર ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App