રંગમતી-નાગમતી નદીમાંથી દબાણ દૂર કરવા પગલાં લેવાશે

શહેરીજનોને ડર વગર ફરિયાદ કરવા અનુરોધ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:00 AM
રંગમતી-નાગમતી નદીમાંથી દબાણ દૂર કરવા પગલાં લેવાશે
જામનગરની રંગમતી-નાગમતી નદીમાંથી દબાણ દૂર કરવા કોઇની પણ શેહ શરમ રાખ્યા વગત આકરા પગલાં લેવામાં આવશે.આ માટે જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી છે.દબાણ અંગે ડર રાખ્યા વગર શહેરીજનોને ફરિયાદ કરવા તંત્રએ અનુરોધ કર્યો છે.

શહેરમાં દબાણકારો બેફામ બન્યા છે ત્યારે રંગમતી-નાગમતી નદીને પણ છોડી નથી.નદીમાં ગેરકાયદે દબાણ કરી વહેણ અટકાવી દીધા છે.

આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે.આ સ્થિતિમાં બુધવારે જિલ્લા કલેકટર,જિલ્લા પોલીસવડા અને મનપાના કમિશ્નર દ્રારા નદીમાં થયેલા દબાણોનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જયારે ગુરૂવારે આ અંગે શહેરના પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકીએ જણાવ્યું હતું કે,રંગમતી-નાગમતી નદીમાં થયેલા દબાણો દૂર કરવા કડક પગલાં લેવામાં આવશે.જેમાં કોઇની શેહ શરમ રાખવામાં આવશે નહીં.ઉપરાંત શહેરમાં ટ્રાફીક સમસ્યા હળવી કરવા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અવિરત રહેશે.

X
રંગમતી-નાગમતી નદીમાંથી દબાણ દૂર કરવા પગલાં લેવાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App