• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • જામનગર દ્વારકા પંથકમાં હળવા ભારે ઝાપટાંએ ફરી માર્ગો ભીંજવ્યા

જામનગર-દ્વારકા પંથકમાં હળવા ભારે ઝાપટાંએ ફરી માર્ગો ભીંજવ્યા

જામનગર-દ્વારકા પંથકમાં હળવા ભારે ઝાપટાંએ ફરી માર્ગો ભીંજવ્યા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:00 AM IST
જામનગર અને દ્રારકા જિલ્લામાં સતત બીજા દિવસે ગુરૂવારે પણ વરસાદી ડોળ વચ્ચે દિવસ દરમ્યાન જામનગર અને ખંભાળીયામાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા જેના પગલે માર્ગો ફરી ભીના થયા હતા.

જામનગર અને ખંભાળીયામાં અનુક્રમે 10 અને 09 મીમી પાણી વરસ્યુ હતુ.જયારે ધ્રોલમાં પણ સાંજે ઝરમર ઝાપટા પડયા હતા.

જામનગર સહીત હાલારભરમાં બુધવારથી શરૂ થયેલો વરસાદી ડોળ ગુરૂવારે પણ દિવસ દરમ્યાન અવિરત રહયો હતો.જામનગર શહેરમાં વહેલી સવારે ઝરમર ઝાપટા બપોરે ફરી સમયાંતરે હળવા ભારે ઝાપટાએ મોડી સાંજ સુધીમાં દશ મી.મી.પાણી વરસાવ્યુ હતુ.જયારે ખંભાળીયામાં પણ સવારે વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા પડયા હતા જેના કારણે માર્ગો પર ફરી કાદવ કિચડ છવાયા હતા.ખંભાળીયામાં ઝાપટા સ્વરૂપે વધુ 9 મી.મી. પાણી વરસ્યુ હતુ.

ધ્રોલમાં બપોરે ચાર વાગ્યા બાદ શરૂ થયેલા ઝરમર ઝાપટાએ વધુ ચાર મી.મી.પાણી વરસાવ્યુ હતુ.જામનગર સહીત જીલ્લાના મોટા ભાગના સ્થળોએ ગુરૂવારે વરસાદી માહોલ વચ્ચે સુર્યનારાયણના દર્શન પણ દુર્લભ બન્યા હતા.લગભગ ચારેક સપ્તાહથી હાલારના મોટા ભાગના સ્થળોએ મેધમહેર બાદ લાંબા વરસાદી વિરામના કારણે લોકો ખાસ કરીને ખેડુતો વરસાદના ધમાકેદાર પુનરાગમનની આતુરતાપુર્વક રાહ જોઇ રહયા છે.જોકે,શહેર-જિલ્લામાં અવિરત વરસાદી માહોલ વચ્ચે મોડી સાંજ સુધી કયાંય નોંધપાત્ર વરસાદના કોઇ અહેવાલ મળ્યા નથી.

X
જામનગર-દ્વારકા પંથકમાં હળવા ભારે ઝાપટાંએ ફરી માર્ગો ભીંજવ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી