Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » વાલકેશ્વરીમાં કોમન પ્લોટ મનપાને સોંપ્યા બાદ દબાણનો આક્ષેપ

વાલકેશ્વરીમાં કોમન પ્લોટ મનપાને સોંપ્યા બાદ દબાણનો આક્ષેપ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:00 AM

કમિશનરને રજૂઆત કરી પગલાંની માગ

  • વાલકેશ્વરીમાં કોમન પ્લોટ મનપાને સોંપ્યા બાદ દબાણનો આક્ષેપ
    વાલકેશ્વરી નગરીમાં રહેતા રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે,વાલકેશ્વરી નગરી ફેઇઝ-2માં આવેલા 8813 ચોમીના કોમન પ્લોટમાં 3444 ચોમી જગ્યામાં ગાર્ડનનું કામ કરવા માટે તા.7/6/18ના સ્ટે.કમીટીમાં થયેલા ઠરાવ અનુસાર સીવીલ શાખા દ્રારા કવાડ કન્સ્ટ્રકશનને કામ સુપ્રત કર્યું છે. તા.28/7/18ના કોમન પ્લોટમાં ગાર્ડનનું ખાતમુર્હત રાખવામાં આવ્યું હતું.આ અંગે મનપાન અધિકારીઓનો સંપર્ક કરતા કોઇ જવાબ મળ્યો ન હતો અને બંધ થયેલું ગાર્ડનનું કામ શરૂ કરવા અંગે પણ કોઇ જવાબ આપતા નથી.આ સ્થિતિમાં કોમન પ્લોટમાં પેશકદમી કરી રહ્યું હોય કાનૂની રીતે સંપૂર્ણ રીતે મનપાની છે.કારણ કે તા.30/1/18ના સીવીલ શાખાના પત્ર અનુસંધાને તા.7,8,9 માર્ચના કુલ 317 લોકોએ સહી કરી સંમતિથી ગાર્ડન બનાવવાના હેતુથી મનપાને સુપ્રત કરી છે.આથી તેમાં થઇ રહેલી પેશકદમી અટકાવી ગાર્ડનનું કામ શરૂ કરવા માગ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending