• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • મીઠાપુરની ટાટા કંપનીમાં બેલ્ટના પટ્ટામાં પગ ફસાતા પ્રૌઢનંુ મોત

મીઠાપુરની ટાટા કંપનીમાં બેલ્ટના પટ્ટામાં પગ ફસાતા પ્રૌઢનંુ મોત

પાવર પ્લાન્ટમાં રાત્રે ફરજ બજાવતી વેળાએ બનાવ બન્યો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:00 AM
મીઠાપુરની ટાટા કંપનીમાં બેલ્ટના પટ્ટામાં પગ ફસાતા પ્રૌઢનંુ મોત
દેવભુમિ દ્વારકા જિલ્લામાં મીઠાપુર ખાતે સ્થિત ટાટા કંપનીમાં બુધવારે રાત્રી દરમિયાન પાવર પ્લાન્ટમાં કામ કરતા પ્રૌઢ કર્મચારીનો પગ બેલ્ટના પટ્ટામાં ફસાતા સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર ઇજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેનું મોત નિપજયુ હતુ.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર ઓખામંડળના મીઠાપુર ખાતે ટાટા કંપનીના ટાઉનશીપ વિસ્તારમાં રૂમ નં.41 ખાતે રહેતા પાલાભાઇ નાથાભાઇ ચાસીયા (ઉ.વ.57) નામના પ્રૌઢ બુધવારે રાત્રે કંપનીના પાવર પ્લાન્ટ વિભાગમાં ફરજ બજાવી કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન પ્લાન્ટમાં કાર્યરત કોલ બેલ્ટના પટ્ટામાં પાલાભાઇનો પગ આવી ગયો હતો.

જે દરમિયાન પગ ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઇજા થતા તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે ફરજ પરના તબિબે તેમને મૃત ઘોષિત કર્યા હતા.

આ બનાવના પગલે કંપની કર્મચારીઓમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. જયારે આ બનાવની કંપનીના જ અન્ય કર્મચારી ભરતભાઇ વારસાકીયાએ જાણ કરતા મીઠાપુર પોલીસે વધુ તપાસ સાથે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
મીઠાપુરની ટાટા કંપનીમાં બેલ્ટના પટ્ટામાં પગ ફસાતા પ્રૌઢનંુ મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App