જામનગરની હોટેલમાં દારૂની મહેફિલ માણતા સાત ઝબ્બે

જામનગરની હોટેલમાં દારૂની મહેફિલ માણતા સાત ઝબ્બે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:00 AM IST
જામનગરમાં એલસીબી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમયાન મળેલી બાતમીના આધારે જોલી બંગલા પાસે લેકવ્યુ હોટલમાં રાત્રે દરોડો પાડીને અંદર મદિરાની મહેફિલ માણતા સાત શખ્સોને પકડી પાડી તમામ સામે પ્રોહિબીશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.આ દરોડાના પગલે ક્ષણિક અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં એલસીબી પીઆઇ આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના રામદેવસિંહ ઝાલા, કમલેશભાઇ રબારી અને નિર્મલસિંહ જાડેજાને જોલી બંગલા પાસે લેકવ્યુ હોટલમાં અમુક શખ્સો દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબી પોલીસે મોડી રાત્રે ઉપરોકત હોટલમાં દરોડો પાડયો હતો.

જે દરોડામાં સાતેક શખ્સો મદિરાની મહેફિલ માણતા માણતા માલુમ પડયા હતા. આથી પોલીસે શંશાકદાસ પ્રાણક્રિષ્નદાસ વૈષ્ણવ, મનોજ અરજણભાઇ મંગે, પરસોતમ ઉર્ફે પસો શંભુભાઇ મંગે, જગદીશ હેમંનદાસ રામનાણી, મહેન્દ્ર ઉર્ફે મસાની કરશનભાઇ માવ, પ્રવિણ ઉર્ફે મમરો જગદીશભાઇ ભદ્રા અને કરણ ઉર્ફે કરણો વસંતભાઇ ગોરીને પકડી પાડી તમામ સામે પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હોટલના રૂમમાંથી ત્રણસો એમએમલ દારૂ ભરેલી બોટલ ઉપરાંત પાંચ ગ્લાસ પણ કબજે કર્યા હતા.

X
જામનગરની હોટેલમાં દારૂની મહેફિલ માણતા સાત ઝબ્બે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી