નગરસેવિકાના પુત્રના ઠગાઈ કેસમાં આગોતરા નામંજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનાજીજ્ઞેશ ભરતભાઈ નંદા નામના આસામીને સસ્તા ભાવે પિત્તળનો ભંગાર અપાવી દેવાની લાલચ બતાવી અનવર કાસમ ખફી ઉર્ફે અનો, રઉફ હાજી લંઘા, અશ્વિન કાંતિલાલ ગોરેચા તથા નિરજ ચંદ્રકાંત પીશાવડિયા નામના ચાર શખ્સોએ રૂ.સાડા બાર લાખનો ધૂમ્બો માર્યાની કેસની તપાસ એલસીબીને સોંપી હતી. તપાસમાં જોતરાયેલા પીઆઈ કે.જી. ઝાલાએ આરોપી પૈકીના રઉફ હાજી, અશ્વિન ગોરેચા તથા નિરજ ચંદ્રકાંતની ધરપકડ કરી હતી. જ્યારે કોર્પોરેટર પુત્ર અનવર કાસમ ખફીએ જામનગરની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી તે અરજી રદ્દ થતા આરોપીએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. આરોપીની જામીન અરજી અન્વયે હાઈકોર્ટે એપીપી એલ.બી. ડાભીની દલીલો તથા એલસીબી દ્વારા રજૂ થયેલા રેકર્ડને ધ્યાને લઈ આરોપી અનવર ખફીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવા માટે કાર્યવાહી કરતા આરોપીએ પોતાની અરજી પરત ખેંચી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...