16136 કાર્ડધારકોને અનાજ નહીં મળે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરશહેર-જિલ્લામાં ફુડ સિકયુરીટી યોજના અંતર્ગત 1.74 લાખ રાશનકાર્ડ ધારકો પૈકી 16136 કાર્ડધારકોએ હજુ સુધી આધારકાર્ડ લીંક અપ કરાવ્યા નથી.31 માર્ચ આધાર કાર્ડ લીંકઅપ કરાવવાની આખરી મુદત હોય જો સ્થિતિ રહી તો 16136 કાર્ડધારકોને 1 લી એપ્રિલથી અનાજ-કેરોસીનનો જથ્થો નહીં મળે તેમાં બે મત નથી.શહેર-જિલ્લામાં જામનગર ઝોનલ-1માં સૌથી વધુ 4900 અને જોડીયામાં સૌથી ઓછા 229 કાર્ડધારકોએ આધાર કાર્ડ લીંક અપ કરાવ્યા નથી.

નેશનલ ફુડ સિકયુરીટી યોજના હેઠળ સમાવિષ્ટ રાશનકાર્ડ ધારકોએ આધારકાર્ડ લીંકઅપ કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે.આટલું નહીં જો 31 માર્ચ સુધીમાં લાભાર્થીઓ આધારકાર્ડ લીંકઅપ નહીં કરાવે તો 1 એપ્રીલથી કાર્ડધારકોને અનાજ-કેરોસીનનો જથ્થો નહીં મળે તેવી સ્પષ્ટ સૂચના સરકાર દ્રારા પુરવઠા વિભાગને આપવામાં આવી છે.ત્યારે જામનગર શહેર-જિલ્લામાં આધારકાર્ડ લીંકઅપની 91 ટકા જેવી કામગીરી પૂર્ણ થઇ છે.હજુ પણ 9 ટકા કાર્ડધારકોએ આધારકાર્ડ લીંકઅપ કરાવ્યા નથી.

શહેર-જિલ્લામાં જામનગર ઝોનલ-1 માં સૌથી વધુ 4900 અને જોડિયામાં સૌથી ઓછા 229 કાર્ડધારકોએ હજુ આધારકાર્ડ લીંકઅપ કરાવ્યા નથી.

નવાઇની વાત તો છે,સરકાર અને પુરવઠા વિભાગ દ્રારા વખતો વખત સૂચના આપવા છતાં હજુ 16000થી વધુ કાર્ડ ધારકોએ આધારકાર્ડ લીંકઅપ કરાવતાં ભૂતિયા રાશનકાર્ડ સહીતની શંકાઓ ઉભી થઇ છે.જો કે જે કાર્ડધારકોએ આધારકાર્ડ લીંકઅપ કરાવ્યા નથી તેઓને 1 એપ્રિલથી અનાજ-કેરોસીન નહીં મળે તેમાં બેમત નથી.

તાલુકો રાશનકાર્ડ આધાર લીંકઅપ બાકી

કાલાવડ19250 1344

જામજોધપુર 21354 2303

જામનગર ગ્રામ્ય 28617 1919

જામ.ઝોનલ-1 35366 4900

જામ.ઝોનલ-2 27437 3970

જોડિયા 10235 229

ધ્રોલ 14664 874

લાલપુર 17781 597

શહેર-જિલ્લાની આંકડાકીય માહિતી

સ્થળાંતર સહિતની સમસ્યા: અધિકારી

જામનગરમાંહજુ 16136 કાર્ડધારકોએ આધારકાર્ડ લીંકઅપ કરાવતાં જિલ્લા પુરવઠા અધિકારી કે.જે.જાડેજાએ જણાવ્યું હતું કે,આધારકાર્ડ લીંકઅપની કામગીરી માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા છે.પરંતુ સરનામાં પર કાર્ડધારકો મળી આવતા અને સ્થળાંતરના કારણે સમસ્યા પ્રર્વતી રહી છે.

અાધારકાર્ડ લિંકઅપ કરાવવા અનેક સૂચના છતાં દરકાર નહીં, 1લી એપ્રિલથી કડક પગલાં

અન્ય સમાચારો પણ છે...