તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાલાચડી સૈનિક શાળાની સુબેદારે મુલાકાત લીધી

નાની ઉંમરમાં સર્વોચ્ચ બહુમાન પ્રાપ્ત કર્યું

સુબેદારયોગેન્દ્રસિંહ યાદવ પરમવીર ચક્ર વિજેતા સૈનિક શાળા બાલાચડીની મુલાકાતે આવ્યા હતાં.સુબેદાર યોગેન્દ્રસિંહ યાદવને 1999ના કારગીલ યુધ્ધ દરમિયાન તેમના બહાદુરીભર્યા અને લડાયક પ્રદર્શન દ્વારા સેકટરમાં ટાઇગર હિલની અત્યંત મહત્વપૂર્ણ લડાઇ બદલ માત્ર 19 વર્ષની સૌથી નાની ઉંમરમાં સૌથી યુવાન વયના વિર તરીકે પરમવીર ચક્રનું દેશનું સર્વોચ્ચ બહુમાન અપાયું હતું.

સૈનિક સ્કૂલ બાલાચડીના કર્મચારી અને વિદ્યાર્થીઓ માટે દિવસ એક યાદગાર સંભારણું બની રહેશે કે, જયારે તેમને એક સર્વોચ્ચ એવોર્ડ પરમવીર ચક્ર વિજેતા સુબેદાર યોગેન્દ્રસિંહ યાદવ સાથે મુલાકાત અને વ્યકિતગત રીતે તેમની સાથે વાતચીત કરવાની એક તક મળી હતી.

શાળામાં આવ્યા બાદ સૌ પ્રથમ તેમણે શૌર્યસ્તંભ વોર મેમોરિયલ પર જઇ શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ શાળાનાં ઓડિટોરીયલમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે પોતાના કારગિલ લડાઇના રોમાંચક અનુભવ અને પોતાની માતૃભૂમિ પ્રત્યેનાં તેમના યોગદાન વિશે સૌને માહિતગાર કર્યા હતાં.

એક સમયે સમાજના વિભિન્ન વર્ગના બાળકોમાં દેશના લશ્કરની ત્રણે પાંખો વિશે માહિતી મળે માટે વિવિધ પ્રકારની ધારાવાહિકો ચલાવવામાં આવતી હતી. હાલ, લશ્કરી વિવિધ પાંખમાં જોડાવવા યુવાનોમાં મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મુલાકાત પણ ફળદાયી સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો