તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11.85 લાખના દંડનીય બિલ ફટકારાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલ્યાણપુર, દ્વારકા, ભાટિયા, ઓખામાં વીજચોરી ઝડપાઇ

બંદોબસ્ત સાથે 31 ટીમોએ 118 કેસ કર્યા

દ્વારકાજિલ્લાના દ્વારકા, ભાટિયા, ઓખા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં સોમવારે કોર્પોરેટ કક્ષાની વીજ ચેકિંગ ડ્રાઇવ માટે 31 ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને જુદા-જુદા સ્થળોએ તપાસ કરીને 118 કેસ પકડી પાડયા હતાં જેમાં રૂ. 11.85 લાખના દંડ ફટકારાયા છે.

વીજ વિભાગે આપેલી માહિતી મુજબ જામનગર વીજ સર્કલ હેઠળના દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં કોર્પોરેટ કક્ષાની વીજ ચેકિંગ ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી માટે જુદી-જુદી 31 ટીમોને જુદા-જુદા સ્થળોએ ચેકિંગ માટે મોકલવામાં આવ્યા હતાં.

ચેકિંગ કાર્યવાહીમાં ઓખા, દ્વારકા અને ભાટિયા સબ ડિવિઝન હેઠળના ઓખા મંડળ, કલ્યાણપુર, દ્વારકા સહિતના ગામો અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતાં તેમજ 566 સ્થળોએ વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 118 સ્થળોએથી ગેરરિતિ ઝડપાતા રૂ. 11.85 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતાં.

વીજ ચેકીંગ માટે 26 એકસ આર્મીમેન, 7 પોલીસમેન તથા વિડિયોગ્રાફરોના બંદોબસ્ત રાખવામાં આવ્યા હતાં અને ચેકિંગ કાર્યવાહી સોમવારે સવારથી શરૂ કરવામા આવી હતી અને સાંજ સુધી અવિરત ચાલુ રાખવામાં આવી હતી જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો હતો, નોંધવું રહ્યું કે, થોડા સમય પહેલા રાજકોટ જિલ્લાના અનેક ગામોમાં મોટેપાયે વીજચોરી ઝડપાઇ હતી અને આકરાં દંડ ફટકારવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો