તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદથી એલસીબીએ બાતમીના આધારે પકડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જમીન કૌભાંડમાં હિન્દી ફિલ્મના હીરોની સંડોવણી ખૂલતાં ધરપકડ

મુખ્ય સૂત્રધાર જયેશ પટેલનો સાગરીત હોવાનું પણ કબૂલ્યું

જામનગરનાસદા બાર કરોડના પ્લોટ કૌભાંડમાં અમદાવાદ સુધી તપાસ ચલાવીને પટેલ શખ્સની ધરપકડ કરવામાં આવી છે, પૂછપરછ કરતાં આરોપી હિન્દી ફિલ્મમાં હીરોનો ભૂમિકા ભજવતો હોવાનું અને ચકચારી 100 કરોડના જમીન કૌભાંડમાં તે મુખ્ય સૂત્રધાર જયેશ પટેલનો સાગરીત હોવાની કબૂલાત આપી હતી તેમજ એલસીબીએ શખ્સની ધરપકડ કરી અને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના ફરિયાદી કાંતીલાલ મોહનલાલ નંદાની સંયુક્ત માલિકીની ગોકુલનગર, રડાર રોડ ઉપર કુલ રૂપિયા 12.50 કરોડના 11 પ્લોટ રામદે ભીખાભાઇ નંદાણિયા તથા અન્ય આરોપીઓ દ્વારા એક પ્લોટનો સોદો કરી પ્લોટના ડોકયુમેંટ મેળવી તેનો ઉપયોગ ખોટા કુલમુખત્યારનામા કરી જે ખોટા કુલમુખત્યારનામાંના આધારે 11 પ્લોટ પચાવી પાડવા અંગે પોલીસમાં ગુનો નોંધાયો હતો જેની તપાસ એલસીબી ચલાવે છે.

દરમિયાનમાં ગુનાનો એક આરોપી અમદાવાદ તરફ નાસ્તો-ફરતો હોવાની બાતમીના આધારે એલસીબીની એક ટુકડી અમદાવાદમાં વોચમાં હતી અને હાલ નિકોલ અમદાવાદમાં રહેતા અને મૂળ પડધરી તાલુકાના જીલરિયા ગામના વતની હસમુખ હંસરાજભાઈ વેકરીયાની ધરપકડ કરી હતી અને જામનગર લાવી તેની પૂછપરછ કરવામાં આવતા હિન્દી ફિલ્મ “હમ હે વન્ડર બોય”માં હીરોની ભૂમિકા ભજવી રહ્યો હોય અને 100 કરોડના જમીન કૌભાંડમાં તેણે જયેશ પટેલનો સાથ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. આથી એલસીબીએ શખ્સને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ એક કૌભાંડમાં પણ સાથ આપ્યો હતો

હસમુખવેકરીયાની પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, 100 કરોડના જમીન કૌભાંડ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના સેક્ટર-7માં જયસુખ ઉર્ફે જયેશ મૂળજી રાણપરિયા સાથે પણ જમીન કૌભાંડના ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો