તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બકરો ખરીદવા ગયેલા યુવાન પર 11 શખ્સનો જીવલેણ હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનજીકના કાનાલુસ-સેતાલુસ ગામના ફાટક પાસે ભરવાડ એરિયામાં ગત 9મીના રાત્રિએ એક યુવાન તેના બે મિત્રો સાથે ઈદના તહેવાર નિમિત્તે બકરો ખરીદવા ગયા હતા ત્યારે ઘેટાંની કિંમત બાબતે બોલાચાલી થઈ હતી ત્યાર બાદ 13 શખ્સે પાઇપ, લાકડી અને છરી વડે હુમલો કર્યો હતો. આથી ઘવાયેલા ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમણે ત્રણ નામ જોગ અને 10 અજાણ્યા શખ્સ સામે રાયોટિંગ તેમજ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો.

કાનાલુસ-સેતાલુસના ફાટક પાસે ગત 9મીના રાત્રિએ મસિતીયા ગામ રહેતો યુનુસ સુલેમાન ખફી નામનો યુવાન તેના બે મિત્રો હાજી યુસુફ અને સુલેમાન સિકંદર સાથે ઈદના તહેવાર નિમિતે બકરો ખરીદવા ગયા હતા ત્યારે ઘેટાંની કિમત બાબતે ભૂરાભાઈ ભરવાડ સાથે બોલાચાલી થઈ હતી ત્યાર બાદ 11 શખ્સોએ પાઇપ, લાકડી અને છરી વડે હુમલો કર્યો હતો. આથી ઘવાયેલા ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમણે ભૂરા ભરવાડ અને 10 અજાણ્યા શખ્સો સામે રાયોટિંગ તેમજ હત્યાના પ્રયાસ અંગે ગુનો નોધાવ્યો હતો.

રાયોટિંગ તેમજ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

કાનાલુસ ગામે નજીવી બાબતે માથાકૂટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો