તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખના પૂતળાને ફાંસી આપી, 4ની અટક

કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખના પૂતળાને ફાંસી આપી, 4ની અટક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાંયુવકનું પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યું પ્રકરણમાં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતીએ વિરોધ દર્શાવી તપાસની માગ કરી હતી, કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યા બાદ કોંગી કાર્યકરોએ કાર્યક્રમ આપી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના પુતળાને ફાંસી આપી હતી, પોલીસે ચાર કાર્યકરોની ધરપકડ કરી હતી.

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા સોમવારે જિલ્લા પંચાયત સર્કલ પાસે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો, ધરણામાં પૂર્વ સંસદ સભ્ય વિક્રમભાઇ માડમ, જિલ્લા પ્રમુખ જીવણભાઇ કુંભારવાડીયા, બિપેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ કોંગી આગેવાનોએ મહેસાણાની ઘટના અંગે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી મહેસાણાના યુવક કેતન પટેલનું પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુંની સીબીઆઇ તપાસની માગ કરી હતી, તેમજ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાની પણ રજૂઆત કરી હતી.

કોંગ્રેસના આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યા બાદ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ જિલ્લા પંચાયત સર્કલ પાસે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. કોંગી કાર્યકરોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અંગે ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિતભાઇ શાહે કરેલી ટીપ્પણીનો વિરોધ કરી શાહના પુતળાને ફાંસી આપી હતી. પુતળાને ફાંસી આપવાનો કાર્યક્રમ આપનાર જિલ્લા કોંગ્રેેસના ઉપપ્રમુખ દિગુભા જાડેજા, ક્રિપાલસિંહ વાળા, રોહીત સોનગરા અને સુભાષ ગુજરાતની અટકાયત કરી હતી.

યુવકનું મૃત્યુ થયાના કેસનો વિરોધ કરી આવેદન

અન્ય સમાચારો પણ છે...