તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતી-બઢતી પ્રકરણમાં સેકશન અધિકારીનો તપાસનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીની ભરતી અને બઢતીના ચર્ચાસ્પદ પ્રકરણમાં રાજયના સેકશન અધિકારીએ તપાસનો આદેશ કરી નિયમાનુસાર ઘટતી કાર્યવાહી તુરંત કરવા તાકીદ કરી છે.

નગર પ્રાથમિમ શિક્ષણ સમિતિમાં નિરીક્ષકની ભરતી અને ત્યારબાદ તેને બઢતીમાં નીતિ-નિયમો નેવે મુકવામાં આવ્યાના આક્ષેપ સાથે કલેકટરને રજૂઆત કરાઇ હતી.આટલું નહીં બાબતે અરજદારને આરટીઆઇમાં પણ ગોળગોળ જવાબ આપવામાં આવ્યાનું પણ રજૂઆતમાં જણાવ્યું હતું.આથી કલેકટરે મામલે તપાસ કરવા મનપાના ડીએમસીને પત્ર પાઠવ્યો હતો.આમ છતાં કોઇ કાર્યવાહી થતાં અરજદારે રાજયના શહેરી વિકાસ અને ગૃહ વિભાગને રજૂઆત કરી હતી.

રજૂઆતના પ્રત્યુતરમાં વિભાગના સેકશન અધિકારી જે.જે.વાઘેલાએ શિક્ષણ સમિતિના કર્મચારીની ભરતી અને બઢતીની તપાસ કરી નિયમનુસાર ઘટતી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...