જામનગરમાં વિદ્યાર્થી પર 3 શખ્સે જીવલેણ હુમલો કર્યો

મિત્ર સાથે ઝઘડો કરતા શખ્સને ટપારતા ત્રિપુટી તૂટી પડી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:00 AM
જામનગરમાં વિદ્યાર્થી પર 3 શખ્સે જીવલેણ હુમલો કર્યો
જામનગરના વી.એમ.મહેતા કોલેજના પટાંગણમાં ત્રણ કોલેજીયન વિદ્યાર્થીઓ પર હુમલો કરી આડેધડ ઢીંકાપાટુ વરસાવીને ધમકી આપ્યાની ફરિયાદ ત્રણ શખ્સ સામે નોંધાવાઇ છે. મિત્ર સાથે ઝઘડા વેળાએ છોડાવવા પડેલા વિદ્યાર્થી પર હુમલો થયાનુ જાહેર થયુ છે.

જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે રહેતા અને અભ્યાસ કરતા રવિરાજસિંહ યોગેન્દ્રસિંહ જેઠવાને કોલેજના પટાંગણમાં પોતાના તેમજ અન્ય મિત્રો પૃથ્વીરાજસિંહ જાડેજા અને હરપાલસિંહ જેઠવા પર લાકડાના ધોકા વડે હુમલો કરી મુઢ માર મારીને ઇજા કર્યાની ફરિયાદ મુસ્તાક હનિફભાઇ સોલંકી, અસલમ અબ્બાસ દલ અને અફઝલ સામે નોંધાવી છે.

ઇજાગ્રસ્ત યુવાન તેના મિત્ર પૃથ્વીરાજસિંહ સાથે સામાવાળા ઝઘડો કરતા હોવાથી તેને છોડાવવા માટે જતા ત્રણેયએ એકસંપ કરી પગમાં ધોકના બે ઘા ઝીંકી માર મારીને ઘમકી ઉચ્ચાર્યાનુ ફરિયાદમાં જાહેર થયુ છે. આ બનાવના પગલે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ સાથે વધુ તપાસ પીએસઆઇ વાય.એ.દરવાડીયાએ હાથ ધરી છે.

X
જામનગરમાં વિદ્યાર્થી પર 3 શખ્સે જીવલેણ હુમલો કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App