• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • ઓટાળાના મહિલા સરપંચના પતિ ચોરેલંુ ડીઝલ વેચાતું લેતા ઝબ્બે

ઓટાળાના મહિલા સરપંચના પતિ ચોરેલંુ ડીઝલ વેચાતું લેતા ઝબ્બે

ડીઝલ ટેન્કર માલિક,ચાલક બારોબાર વેચતા 400 લિટર ડીઝલ, ત્રણની ધરપકડ કરાઇ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:56 AM
ઓટાળાના મહિલા સરપંચના પતિ ચોરેલંુ ડીઝલ વેચાતું લેતા ઝબ્બે
રીલાયન્સમાંથી ડીઝલ ભરેલુ ટેન્કર જેતલસર જંકશન ખાતે ખાલી કરવા જતુ હતુ. પરંતુ ડીઝલ ચોરી કરી બારોબાર વેચી મારવા માટે નિયત રૂટ બદલી જામનગરથી સીધુ ટંકારાના ઓટાળા પહોચ્યુ હતુ. ઓટાળાના મહિલા સરપંચ વર્ષાબેનના પતિ અશ્વિન દેસાઈ સાથે અગાઉ જ રૂ.૬૦ લીટર લેખે સોદો નક્કી થયો હતો. ટેન્કરમા કંપનીએ લગાવેલ સીલ તોડીને ૪૦૦ લીટર ડીઝલ કાઢી લીધુ હતુ અને ફરી સીલ લગાવી રવાના થાય તે પૂર્વે પોલીસ ત્રાટકી હતી. પોલીસે ૪૦૦ લીટર ડીઝલ રૂ.૨૮૦૦૦ તથા રૂ.૫ લાખના ટેન્કર સહિત રૂ.૫.૨૮ હજારના મુદામાલ સાથે ટેન્કર માલિક ભાવેશભાઈ પરબતભાઈ ધ્રાંગા, ચાલક વનરાજભાઈ ભીખાભાઈ બાલાસરા તથા મહિલા સરપંચના પતિ અશ્વિનભાઈ દેસાઈની ધરપકડ કરી હતી.

X
ઓટાળાના મહિલા સરપંચના પતિ ચોરેલંુ ડીઝલ વેચાતું લેતા ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App