Home » Saurashtra » Latest News » Jamnagar » બાળ સંરક્ષણ ગૃહના 24 બાળકે કહ્યું,હાઉસ ફાધર સ્ટમ્પથી મારે છે

બાળ સંરક્ષણ ગૃહના 24 બાળકે કહ્યું,હાઉસ ફાધર સ્ટમ્પથી મારે છે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:56 AM

સરપ્રાઇઝ ચેકિંગમાં બાળકોની એસડીએમને ફરિયાદ, ફડાકા ઝીંકી કેબલ વડે કરન્ટનો ડર બતાવતો હતો: હાઉસ ફાધરની ધરપકડ કરાઇ...

  • બાળ સંરક્ષણ ગૃહના 24 બાળકે કહ્યું,હાઉસ ફાધર સ્ટમ્પથી મારે છે
    જામનગરના રણજીતસાગર રોડ પર સાધના કોલોની પાસે આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં એસડીએમે કરેલા સરપ્રાઇઝ ચેકીંગમાં 24 બાળકોએ હાઉસ ફાધર સ્ટમ્પથી માર મારી યાતના આપતા હોવાની ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.આટલું જ નહીં હાઉસ ફાધર ફડાકા ઝીંકી કેબલ વડે કરન્ટનો ડર પણ બતાવતો હતો. બાળકોને શારીરીક-માનસિક ત્રાસ સબબ હાઉસ ફાધર સામે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે હાઉસ ફાધરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

    જામનગરમાં રણજીતસાગર રોડ પર સાધના કોલોની પાસે આવેલા ચિલ્ડ્રન હોમના હાઉસ ફાધર તરીકે ફરજ બજાવતા સુમિત બાબુભાઇ દાવદરાએ બાળ સંરક્ષણ ગૃહમાં પોતાના નિયંત્રણ પૈકીના અમુક બાળકોને લાફા ઝીંકીને ક્રિકેટના સ્ટમ્પ વડે માર મારી કોમ્પ્યુટરના કેબલ વડે કરન્ટ આપવાનો ડર બતાવીને શારીરીક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરીયાદ ચિલ્ડ્રન હોમના સુપ્રિ. વિજયભાઇ કાનાભાઇ મેવાડાએ સીટી એ પોલીસ મથકમાં નોંધાવી છે.

    લગભગ એકાદ સપ્તાહના સમયગાળા દરમ્યાન આ કૃત્ય આચરાયુ હોવાનુ બહાર આવ્યુ છે.આ અંગે પોલીસે હાઉસ ફાધર સુમિત દાવદરા સામે જુવેનાઇલ જસ્ટીસ એકટ સહીતની કલમ હેઠળ ગુન્હો નોંધી હાઉસ ફાધરની અટકાયત કરી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

    હાઉસ ફાધર

    આ રીતે પ્રકાશમાં આવી સમગ્ર ઘટના

    જામનગરના પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકી મનપાની ફુડ શાખાને સાથે લઇ બાળ સંરક્ષણ ગૃહમાં બુધવારના ભોજન તથા સ્વચ્છતાની ચકાસણી અર્થે ગયા હતાં.જયાં ચેકીંગ દરમ્યાન નાના બાળકે હાઉસ ફાધર માર મારતા હોવાની ફરિયાદ કરતા અધિકારી ચોંકી ઉઠયા હતાં.આથી પ્રાંત અધિકારીએ અન્ય બાળકોને પૂછતા તેઓએ પણ હાઉસ ફાધર માર મારતા હોવાનું જણાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

    હાઉસ ફાધરની 11 માસના કોન્ટ્રાકટ પર ભરતી

    બાળ સંરક્ષણ ગૃહમાં બાળકોને સ્ટમ્પથી માર મારી યાતના આપનાર હાઉસ ફાધર સુમિત બાબુભાઇ દાવદરા એમસીએની ડીગ્રી ધરાવે છે.તેની 11 માસના કોન્ટ્રાકટ આધારિત ભરતી કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકીએ જણાવ્યું હતું.તેમજ વધુમાં જણાવ્યુ હતું કે હાઉસ ફાધર બાળકોને માર મારવા પ્લાસ્ટીક અને લાકડાની એમ બે સ્ટમ્પ રાખતો હતો.

    વિકાસગૃહની બાળા સામે બીભત્સ ચેનચાળા કરી આધેડ દ્વારા પજવણી

    ભાસ્કર ન્યૂઝ |જામનગર

    વિકાસગૃહની બાળા સામે બાજુમાં રહતો આધેડ બિભત્સ ચેનચાળા કરી પજવણી કરતો હોવાની ના. જિલ્લા ચૂંટણી અધિકારીના ચેકીંગમાં ઘટસ્ફોટ થયો છે.

    પટેલકોલોનીમાં આવેલા વિકાસગૃહમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એમ.જોશી,ડેપ્યુટી ડીડીઓ અને સોશ્યાલીસ્ટની ટીમે વિકાસગૃહમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું.ચેકીંગ દરમ્યાન વિકાસગૃહના છાત્રાલયમાં રહેતી નાની ઉંમરની બે બાળાઓએ છાત્રાલયની બાજુમાં રહેતો ડોલરભાઇ પંડયા(ઉ.વ.54)નામનો આધેડ શખ્સ કે જેના મકાનની બારી છાત્રાલય સામે પડતી હોય બારીમાંથી બિભત્સ ચેનચાળા કરી તથા શાળાએ આવતીજતી વખતે પજવણી કરતો હોવાની ફરિયાદ કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એમ.જોશીએ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.આથી પોલીસે આધેડ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ