બનેવીના ઘરે ફાંસો ખાઇ સાળાનો આપઘાત

થાવરિયા ગામનો મૃતક યુવાન લાલપુર બનેવીના ઘરે મળવા ગયો હતો જામનગરમાં આંચકી ઉપડતા બેભાન હાલતમાં યુવાનનંુ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:55 AM
Jamnagar - બનેવીના ઘરે ફાંસો ખાઇ સાળાનો આપઘાત
જામનગર તાલુકાના થાવરીયા ગામે રહેતા યુવાને લાલપુર ખાતે બનેવીના ઘરે પહોચ્યા બાદ કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીધાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર જામનગર તાલુકાના થાવરીયા ગામમાં રહેતો હરેશભાઈ જીવણદાસ મકવાણા (ઉ.વ.21)નામનો યુવાન લાલપુરના નાંદુરી રોડ પર ધરારનગરમાં રહેતા પોતાના બેન-બનેવીના ઘેર આંટો મારવા માટે આવ્યો હતો જે દરમ્યાન સોમવારે બપોરે કોઇ કારણોસર ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની ભોગ બનનારના બનેવી ગોપાલભાઇ શ્રીમાળીએ જાણ કરતા લાલપુરના પ્રોબે.પીએસઆઇ એમ.એલ.આહીર અને સ્ટાફ દોડી ગયો હતો.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.ભોગ બનનાર યુવાન અગાઉ લાલપુર ખાતે પણ રહેતો હતો જયાંથી પરત થાવરીયા ગામે સ્થાયી થયો હતો.જે દરમ્યાન માતા સાથે બેન-બનેવીના ઘરે આંટો મારવા માટે આવ્યા બાદ કોઇ અકળ કારણોસર તેણે આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે.

જયારે જામનગરમાં ઘાંચીના કબ્રસ્તાન નજીક ન્યુ પટેલ કોલોનીમાં રહેતા મહેશ સોમાભાઇ પારીયા (ઉ.વ.19) સોમવારે રાત્રે ઘર પાસે બેઠો હતો ત્યારે અચાનક આંચકી ઉપડતા બેશુધ્ધ થઇને ઢળી પડતા બેભાન હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પીટલ લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાનુ જાહેર થયુ છે.આ બનાવની નિલશે ધનજીભાઇએ જાણ કરતા વધુ તપાસ ખંભાળીયા ગેઇટ પોલીસે હાથ ધરી છે.

X
Jamnagar - બનેવીના ઘરે ફાંસો ખાઇ સાળાનો આપઘાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App