તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સડોદરની વાડીમાં જુગારનો અખાડો પકડાયો, 8 ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર તાલુકાના સડોદર ગામે એક વાડીની ઓરડીમાં જુગારધામ ધમધમતુ હોવાની બાતમીના આધારે જામનગર એલસીબી પોલીસે હિતેશ વ્રજલાલ દુધાગરાની વાડીમાં દરોડો પાડયો હતો જે આઠેક શખ્સો જુગાર રમતા નજરે પડયા હતા.આથી પોલીસે વાડીધારક હિતેશ દુધાગરા તેમજ નવાજ મામદભાઇ (રે.મોટી વાવડી),કૌશીક રણછોડભાઇ ભાલોડીયા (રે.રાજકોટ), ચંદુ અમરાભાઇ જાદવ (રે.મોટી પાનેલી),નિલેશ નરશીભાઇ તાળા (રે.સડોદર), કાંતી બચુભાઇ દેડકીયા (રે.રાજકોટ), નિલેશ હશરાજભાઇ મારડીયા (રે.રાજકોટ ) અને નાથા નાજાભાઇ રાઠોડ (રે.મોટી પાનેલી)ને પકડી પાડી રૂ. 1,84,100ની રોકડ ઉપરાંત ત્રણ બાઇક અને એક કાર સહીત રૂ. 3.84 લાખની માલમતા કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...