• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ગણપતિ વિસર્જન બાદ ટેમ્પો પલટી ખાતા યુવાનનું મૃત્યુ

ગણપતિ વિસર્જન બાદ ટેમ્પો પલટી ખાતા યુવાનનું મૃત્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટીહવેલી પાસેના વિસ્તારમાં રહેતા એક પરિવારને જાંબુડા- બાલાચડી રોડ પર અકસ્માત નડ્યોહ હતો. એક બાઇક ચાલકને બચાવવા જતાં ટેમ્પોચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ટેમ્પો પલટી મારી ગઈ હતી.જેથી ટેમ્પોમાં બેઠેલા પરિવારજનોના 5 સભ્યોને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ઘરના મોભી એવા યુવાનનું મૃત્યુ નીપજતાં અરેરાટી ફેલાઈ હતી.

જામનગરમાં હવાઈ ચોકમાં મોટી હવેલી પાસેના વિસ્તારમાં રહેતો પરમાર પરિવાર જીજે-10-ટીટી-8219 નંબરનો ટેમ્પો બાંધી અને બાલાચડી ગણપતિ વિસર્જન માટે ગયો હતો.વિસર્જન કરી અને પરિવાર જ્યારે પરત જામનગર આવી રહ્યો હતો ત્યારે જાંબુડા-બાલાચડી રોડ પર એક બાઇક ચાલકને બચાવવા જતાં ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગઈ હતી .જેના કારણે અંદર સવાર ધર્મેન્દ્રભાઈ છોટાલાલ પરમાર, માધુરીબેન ધર્મેન્દ્રભાઈ પરમાર, જગદીશભાઇ પ્રતાપ રાય પરમાર, દિવ્યાબેન જગદીશભાઈ પરમાર, ભરતભાઈ છોટાલાલ પરમાર સહિત પાંચને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઘરના મોભી એવા ધર્મેન્દ્રભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં અરેરાટી ફેલાઈ હતી.

બાઇક ચાલકને બચાવવા જતાં અકસ્માત

એક પરિવારના સભ્યોે અકસ્માતગ્રસ્ત

અન્ય સમાચારો પણ છે...