રોગચાળો વકર્યો, તાવના રોજ 1400 દર્દી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરપંથકમાં દિવસે ગરમી અને રાત્રે ઠારની બેવડી ઋતુના કારણે ચિંતાજનક રીતે રોગચાળાનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યું છે.તેમાંય સાદા ફ્લૂ અને કળતરની ફરિયાદો સાથે લોકોનો જી.જી. હોસ્પિટલમાં ઘસારો વધ્યો છે. સરકારી ચોપડે હજી ચોમાસાએ વિધિવત વિદાય લીધી નથી.પણ વરસાદ ખેંચાવા સાથે ભાદરવાના અાકરા તાપ અને રાત્રે ઠાર જેવી બેવડી ઋતુની વિપરીત અસર લોકોમાં જોવા મળે છે. દરરોજની બે હજારથી વધુ ઓપીડી થાય છે.તેમાં એક હજારથી વધુ વાયરલ તાવના દર્દી મળતા હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે.શહેરમાં આઠેય ડીસ્પેન્શરીમાં મળીને 100 જેટલા તેમજ જિલ્લાની 30 પીએસસીઓમાં મળીને રોજના 300 જેટલા તાવના દર્દીઓ સારવાર માટે આવે છે.સાથે સાથે મેલેરીયા અને ડેંન્ગ્યુના કેસ પણ નોંધાઇ રહ્યા છે.જામનગર શહેરમાં, જિલ્લામાં તથા જી.જી. હોસ્પિટલમાં મળી સપ્તાહમાં ડેંન્ગ્યુના 36 અને મેલેરીયાના 8 કેસ નોંધાયા છે.

જામનગર વિસ્તારમાં ભેજ મિશ્ચિત ઠાર તેમજ દિવસ દરમિયાન ભાદરવાની અસર સમાન તાપ એમ બન્ને એક સાથે મળીને મિશ્ર થતી ઋતુના કારણે શરદી,કળતર, માથુ દુખવું, સાંધા દુખવા, સામાન્ય તાવ,ચામડીની તકલીફ,શ્વાસ અને હૃદયની તકલીફ એવરેજ સ્વસ્થ લોકોમાં પણ વધે છે. સીઝનના ફેરફાર જેમાં પવન,ઠાર વગેરેથી લોકોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર થઇ રહી છે. પંથકમાં હાલ તાવ, શરદી સહિતની તકલીફો સાથે જી.જી. હોસ્પિટલમાં એકંદર વાયરલ બીમારીના દર્દીઓ ઉભરાય છે.

હાલારમાં રોગચાળાની મોસમ હોય તેમ સાદા ફ્લૂ, કળતર, ઉપરાંત સપ્તાહમાં 36 ડેન્ગ્યુ, આઠ મલેરિયાના કેસ

બેવડી ઋતુને કારણે જનજીવન રોગચાળાના ભરડામાં, જી.જી. હોસ્પિટલમાં ઊભરાતા વાઇરલના દર્દીઓ

^જામનગર પંથકમાં છેલ્લા મહિનામાં દર્દીઓનું પ્રમાણ ખુબ વધ્યુ છે.જેમાં પેટના દુખાવા,આંતરડાની તકલીફ, આંખ-કાન-નાકના વિવિધ રોગ,ઇજાઓ, જુદા-જુદા તાવ વગેરેના દર્દીઓ વધે છે.જી.જી. હોસ્પિટલની દરરોજની ઓપીડી 2500ની એવરેજ થાય છે. > ડોકટરનંદિની દેસાઇ, સુપ્રિ.જી.જી. હોસ્પિટલ, જામનગર.

મહિનામાં દર્દીઓ વધ્યા

તંત્ર અંધારામાં, ડેન્ગ્યુના સાચા આંકડા પણ તંત્ર પાસે નથી!

જામનગરશહેર મલેરિયા અધિકારી ડી.આર. પંચાલના જણાવ્યા પ્રમાણે ડેંન્ગ્યુના ત્રણ કેસ સપ્તાહમાં શહેરમાં નોંધાયા છે. જયારે જિલ્લા મલેરીયા અધિકારી જે.એન. પારકના જણાવ્યા પ્રમાણે ડેન્ગ્યુના ચાર કેસ અને મલેરીયાના ત્રણ કેસ િજલ્લામાં સપ્તાહમાં નોંધાયા છે. જયારે જી.જી. હોસ્પિટલમાં અઠવાડિયામાં ડેંગ્યુના 29 તથા મેલેરીયાના 5 કેસ નોંધાયાનું સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે.

છેલ્લા એકવર્ષથી જામનગરની હોસ્પિટલમાં સર્જિકલ સમસ્યાઓ બાદ હાડકાંના અને સ્નાયુના દુખાવાના દર્દીઓની સંખ્યા વધી છે.તેમાંય દરરોજની આેર્થોપેડિક, ઓપીડી એવરેજ 350ની હોય છે.જેમાં મુખ્યત્વે સાંધાના દુખાવાની ફરિયાદવાળા દર્દીઓ વધુ હોય છે.ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના હેડ ડો.વિજય સાતાના જણાવ્યા મુજબ લાઇફ સ્ટાઇલ, ઉંમર, પોષણના અભાવથી આવી તકલીફ વધે છે.જોકે લોકોની જાગૃતતા વધી હોય હવે મોટાભાગે દર્દીઓ તુરંત સારવાર માટે આવે છે.હાલની સીઝન બન્નેના કારણે ઓર્થોપેડિક કમ્પલેઇનના દર્દીઓ વધ્યા છે દરમિયાન સામાન્ય કસરત,ડાયેટ પ્લાનીંગ,બેસવા-ઉભા થવાની સાચી પધ્ધતિ વગેરેનું માર્ગદર્શન લઇ તંદુરસ્તી જાળવવા તેમણે સુચન પણ કર્યુ છે.

હાડકાં અને સ્નાયુની તકલીફ ઘટાડવા લાઇફ સ્ટાઇલ સુધારો

અન્ય સમાચારો પણ છે...