તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • લાંચ લેતાં ઝડપાયેલો વચેટિયો આઇટી ઇન્સ્પેક્ટર રિમાન્ડ પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચ લેતાં ઝડપાયેલો વચેટિયો આઇટી ઇન્સ્પેક્ટર રિમાન્ડ પર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રોલમાંએક પાનની દુકાનધારકની સામે ટીડીએસ અંગે કોઇ કાર્યવાહી કરવા બદલ લાંચના સાંઇઠ હજારની માગણી કરનાર તેમજ તે પૈકીના 15 હજાર સ્વીકારી લીધા બાદ 45 હજારના બીજા હપ્તાની રકમ વચેટિયા મારફત સ્વીકારતા પકડાયેલા ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર તથા વચેટિયાને હાલ રાજકોટ એસીબી દ્વારા રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વાર એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે,

ધ્રોલમાં પાનની દુકાન ધરાવતાં નરેશભાઇ ચાવડાની નામના યુવાન સામે ટીડીએસ બાબતે કોઇ કાર્યવાહી કરવા અગાઉ જામનગર ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર રેણુ અબ્રાહમ અને અમરીશ હરજીવન હિંડોચા બન્ને 15 હજારની રકમ લાવ્યા હતાં અને બીજો હપ્તો 45 હજાર આપવાનું નક્કી થયું હતું. જે અંગે નરેશભાઇએ એસીબીમાં ફરિયાદ કરી હતી કે, જેના અનુસંધાને એસીબી પીઆઇ એચ.પી. દોશી અને ટુકડી દ્વારા છટકુ ગોઠવી ધ્રોલમાં ઇન્કમટેકસ પ્રેકટીસ કરનાર કેતન તુલજાશંકર ઉપાધ્યાયની ઓફિસમાં રૂ. 45 હજારની લાંચ લેતા રેણુ અબ્રાહમની ધરપકડ કરી હતી.જે અંગેની તપાસ રાજકોટ એસીબીની સોપવામાં આવી હતી હાલ, રાજકોટ એસીબી પીઆઇ ગોહિલ દ્વારા ઇન્કમ ટેકસ ઇન્સ્પેકટર રેણુ તથા પ્રેક્ટિસ કરનાર કેતનની રિમાન્ડ માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જેના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

રાજકોટ એસીબી દ્વારા તપાસનો જોરદાર ધમધમાટ

અન્ય ઇન્સ્પેક્ટર સામે પુરાવા એકઠા કરવા તજવીજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો