તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • લાખોટા તળાવની નહેરને પ્રદૂષિત કરતાં 115 કારખાનેદારો સામે ફોજદારી કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાખોટા તળાવની નહેરને પ્રદૂષિત કરતાં 115 કારખાનેદારો સામે ફોજદારી કાર્યવાહી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનાલાખોટા તળાવમાં પાણી પહોંચાડતી નહેરમાં પ્રદૂષિત પાણી વહેતું કરાતું હોવાની જાણ તંત્રના ધ્યાને આવતા વાતની ખરાઈ કરવામાં આવી હતી ને બાદમાં અંગે નહેરમાં પ્રદૂષિત પાણી વહેતું કરતાં દરેડ જીઆઇડીસીના 115 કારખાનેદારો સામે ફોજદારી ફરિયાદનું શસ્ત્ર ઉગામાવવામાં આવ્યું હતું જેમાં હવે પંચકોશી-બી ડીવી. પોલીસ સ્ટેશને પુરાવા અને નિવેદનની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના લાખેણા લાખોટા તળાવમાં પાણી પહોચાડતી નહેર, કે જે નહેરના માધ્યમથી રંગમતી નદી પણ પાણીથી ભરપૂર બને છે તે નહેરમાં વિપુલમાત્રા ગંદકી જોવા મળતા ઉહાપોહ મચ્યો હતો. ઉપરવાસ થયેલા વરસાદનું પાણી લાખોટા તળાવમાં પહોચી સેંકડો નગરજનોની ડંકીઓના તળ સાજા કરી રહ્યું છે ત્યારે તેમાં વહીને આવતી ગંદકી અંગે મનપાએ તપાસ હાથ ધરતા જામનગરના દરેડ જીઆઇડીસી ફેઝ-2 અને ફેઝ-3ના અમુક કારખાનેદારો દ્વારા તે નહેરમાં ગંદકી છોડાતી હોવાનું બહાર આવ્યું હતું.

દરેડ જીઆઈડીસીમાં આવેલા ત્રણ હજાર જેટલા કારખાનાઓ પૈકીના 115 કારખાનાઓમાથી પ્રદૂષિત પ્રવાહી નહેરમાં છોડવામાં આવતું હોવાનું ધ્યાને આવતા ગત માસમાં મનપાના નાયબ ઇજનેર નરેશ પટેલ દ્વારા કારખાનેદારો સામે પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. જેના પગલે પંચકોશી-બી ડીવી.ને આઇપીસી કલમ-277, 377, 144 સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે તેમજ કલમો હેઠળ સજા અને દંડ બન્ને જોગવાઇ છે અને ગુનાની તપાસ શરૂ થઇ છે તેમજ નિવેદનો અને પુરાવાઓ બાદ કોર્ટમાં કેસ મુકવા માટેની દિશામાં તંત્રએ કાર્યવાહી હાથ ધરી હોવાનું ફોજદાર જે.એમ. ચાવડાએ જણાવ્યું છે.

જીઆઇડીસીના ઇજનેરો સામે પણ ગુનો

115કારખાનેદારો સામે રસાયણ લાખોટાની કેનાલમાં છોડયા તે અંગે ગુનો નોંધાણો તેની સાથે સાથે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશના ઇજનેરો કે જેમની દેખરેખ રાખવાની જવાબદારી છે તેવા એક નાયબ ઇજનેર અભિષેક નાગડે અને એક રિજીયન મેનેજર આશિષ મારૂ સામે પણ આઇપીસી મુજબ ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનો ગુનો નોંધાયો છે.

પંચકોશી-બી ડિવિઝન દ્વારા પુરાવા અને નિવેદનની કાર્યવાહી હાથ ધરાઇ

જીઆઇડીસીના કારખાનેદારમાં ભારે ચકચાર મચી જવા પામી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો