તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • પરિણીતાને સાસરિયાંઓએ મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતાને સાસરિયાંઓએ મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુરનાકાનપર શેરડી ગામમાં રહેતા એક યુવાનની પત્ની શુક્રવારે રાત્રિના સૂઈ ગયા બાદ શનિવારે સવારે ઉઠતાં તેણીના સાસરિયાઓ હોસ્પિટલે લઈ જતાં તબીબે મૃત્યુ જાહેર કરી હતી પરિણીતા છેલ્લા બે વર્ષથી મગજની બીમારી હોય બીમારીના કારણે ઊંઘમાં મૃત્યુ પામી હોવાની જાહેરાત મહિલાના પતિએ કરી હતી. મૃતક પરિણીતાના પિતા દ્વારા પતિ, સાસુ, સસરા સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, તેણીની પુત્રીને ત્રણેય દ્વારા અવાર-નવાર મેણાં-ટોણાં મારી ઢીકાપાટુનો મારમારી અભાગણી ભાઈ વગરની મરતી નથી તેવા શબ્દો કહી ત્રાસ આપવામાં આવતો હતો અસહ્ય ત્રાસ બાદ કોઈપણ કારણોસર તેણીની પુત્રીને મારવા માટે મજબૂર કરી હતી. આથી ત્રણેય સામે વિધિવત ગુનો નોધાવ્યો હતો.

કાનપર શેરડી ગામમાં રહેતા સવદાસભાઈ ગોજિયાની પત્ની મંજુબેન ઉર્ફે ધાનીબેન શુક્રવારે સૂઈ ગયા બાદ શનિવારે ઉઠતાં તેણીના સાસરિયાઓ હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના તબીબે તેણીને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. મંજુબેનને છેલ્લા બે વર્ષથી મગજની બીમારી હોય અને બીમારીના કારણે ઊંઘમાં મૃત્યુ પામી હોવાની જાહેરાત મહિલાના પતિએ કરી હતી.મૃતક પરિણીતાના પિતા લાખાભાઇ જોગલ દ્વારા પરિણીતાના પતિ સવદાસભાઈ ગોજિયા, સાસુ ધાનીબેન,સસરા વિરાભાઈ સામે આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, પુત્રી મંજુબેનને ત્રણેય દ્વારા મેણાં-ટોણાં મારી ઢીકાપાટુનો મારમારી અભાગણી ભાઈ વગરની મરતી નથી તેવું કહી ત્રાસ આપવામાં આવતો હતો. ત્રાસ બાદ કોઈ કારણોસર પુત્રીને મારવા માટે મજબૂર કરી હતી આથી તેનું મૃત્યુ નીપજયું હતું અને ત્રણેય સામે મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોધાવી હતી.

જો કે સાસરિયાંઓનું નિવેદન કઈ અલગ છે

કલ્યાણપુરમાં બનાવે ભારે ચકચાર મચાવી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો