પૈસા માગી પ્રૌઢ પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંખારવા ચકલા વિસ્તારમાં રહેતા એક પ્રોઢ પર રૂ.1૦ હજારની માગણી કરી એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. જામનગરના ખારવા ચકલા વિસ્તારમાં રહેતા ઈશ્વરલાલ દેવજીભાઈ મારૂ નામના પ્રૌઢ શુક્રવારે સાંજે પોતાના ઘર પાસે હતા. સમયે ત્યાં આવેલા મામદ હુસેન ઉર્ફે મમુડી નાગાણી નામના શખ્સે ઈશ્વરલાલને રોકી રૂ.1૦ હજાર આપ તેમ કહી ગાળો ભાંડી હતી. ઈશ્વરલાલે પોતાની પાસે પૈસા હોવાનું કહેતા ઉશ્કેરાયેલા મમુડીએ તેમના પર છરી વડે હુમલો કરી માથા, હાથ તથા વાંસામાં ઈજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...