તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઇક સ્લીપ થતાં યુવાન ઘવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાનાખંભાળિયા તાલુકાના ઠાકરશેરડી પાસે બાઇક કાબુ બહાર જઈ પથ્થર સાથે અથડાઈ પડતા ચાલકને ઈજા થઈ હતી. કેશુભાઈ પારજિયા નામના પ્રૌઢ સોમવારે સાંજે પોતાનું બજાજ બાઇક લઈને ઠાકરશેરડી પાસેથી પસાર થતા હતા. ત્યારે તેઓએ કાબુ ગુમાવતા વાહન રોડના કિનારા પર પડેલા પથ્થર સાથે અથડાયું હતું. અકસ્માતમાં કેશુભાઈને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ઈજા થવા પામી હતી. ઈજાગ્રસ્તને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અશોકભાઈ પારજિયાનું નિવેદન નોંધ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...