તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે યુવાનો પર દાતરડા વડે હુમલો કરવામાં આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |ઓશવાળ હોસ્પિટલ પાસે મંગળવારે બપોરે બે યુવાનો પર એક શખ્સે દાંતરડા વડે હુમલો કર્યાનું પોલીસે જાહેર કર્યું હતું. કુવાડિયાના વતની અને હાલમાં શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે રહેતા પ્રવિણસિંહ ચૌહાણ પર મંગળવારે સવારે દિગ્વિજય પ્લોટમાં કૈલાશ હોટલ પાસે વિનોદ ભાનુશાળી નામના શખ્સે દાંતરડા વડે હુમલો કર્યો હતો. વેળાએ પ્રવિણસિંહને બચાવવા માટે વચ્ચે પડેલા દિલીપસિંહ પર હુમલો કરાયો હતો અને આરોપી નાસી છૂટયો હતો.

અન્ય સમાચારો પણ છે...