તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂરજકરાડીમાં પાણી છાંટવા બાબતે દંપતી પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાતાલુકાના સુરજકરાડીમાં મંગળવારે ઘર પાસે પાણી છાંટવા બાબતે એક દંપતી પર પથ્થર વડે હુમલો કરાયો હતો. જે અંગે ફરિયાદ નોધાવવામાં આવી હતી. જ્યારે સામા પક્ષે પણ પોતાના પર હુમલો કરાયાની વળતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મીઠાપુર નજીકના સુરજકરાડીમાં રહેતા રિક્ષાચાલક પેથાભાઈ ભાયાભાઈ ચાનપા મંગળવારે બપોરે પોતાના ઘર પાસે ડોલ વડે પાણીનો છંટકાવ કરતા હતા. ત્યારે તેમના પાડોશી રાજુભાઈ મુળજીભાઈ ચાવડાના મોટરસાયકલમાં છાંટા ઉડતા રાજુએ પેથાભાઈને પાણી છાંટવા માટે કહ્યું હતું. ત્યાર પછી ઉશ્કેરાયેલા રાજુએ પેથાભાઈ તથા તેમના પત્ની સોમીબેન પર હુમલો કરી પથ્થરનો છૂટો ઘા માર્યો હતો. જેની મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે ફરિયાદની સામે રાજુભાઈ મુળજીભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી, તેમાં જણાવ્યું છે કે, પોતાના ઘર પાસે પેથાભાઈ, મંગાભાઈ તથા જેઠાભાઈ ચાનપા કચરો તથા ગંદું પાણી નાખતા હોય તેઓને ના પાડવા જતાં રાજુભાઈ પર આરોપીઓએ હુમલો કર્યો હતો. પોલીસે બને પક્ષે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...