તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર વિભાગીય નિયામકને ક્વાર્ટર ખાલી કરવા STની તાકીદ

જામનગર વિભાગીય નિયામકને ક્વાર્ટર ખાલી કરવા STની તાકીદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરએસટીમાં ફરજ બજાવતા વિભાગીય નિયામક બુચ રાજકોટમાં યાંત્રીક ઇજનેર તરીકેની ફરજ બજાવતા હતા. દરમિયાન વિભાગીય સંકુલમાં કવાર્ટસ ફાળવાયું હતું. જેમાં 26 ઓગસ્ટ 2016 થી રાજકોટમાંથી જામનગરમાં ઇન્ચાર્જ વિભાગીય નિયામક તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. પરંતુ બદલી થતા નિયમ મુજબ એક માસમાં એટલે કે તા. 30 સપ્ટે. 2016 સુધીમાં કવાટર્સ ખાલી કરી કબજો સોંપવાનો હોય છે. પરંતુ વિભાગીય નિયામકના બાળકોના અભ્યાસ રાજકોટમાં શરૂ હાેવાથી શૈક્ષણિક સત્ર સુધી મંજુરી માંગવામા઼ આવી હતી. જેમાં શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ પણ કવાટર્સ ખાલી કરી નિગમને સોંપવામાં આવ્યું હતું. જેથી તંત્ર દ્વારા 1 ઓકટો.16 થી તા. 31 ઓકટો. સુધી બજાર ભાડું માસીક રૂા. 10 હજાર તેમજ તા. 1 નવે. 2016 થી ખાલી કરો ત્યાં સુધી નવા ભાડા મુજબ માસીક રૂા. 30 હજાર ભરવા જણાવ્યું છે. આમ રાજકોટ એસટી દ્વારા કવાર્ટસ ખાલી કરી દેવા તાકીદ કરવામાં આવતા તંત્ર તથા કર્મચારીઓમાં ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...