તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકમાત્ર સાયન્સ કોલેજમાં BScની 240 બેઠકથી રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનીએકમાત્ર સરકારી સાયન્સ કોલેજમાં બીએસસીની ફકત 240 બેઠકના કારણે છાત્રોને ના છૂટકે ખાનગી કોલેજોમાં તોતીંગ ફી ભરી અભ્યાસની ફરજ પડી રહ્યાનો આક્ષેપ અખિલ ભારતીય વિધાર્થી પરિષદે કરી બેઠક વધારવા માંગ કરી છે.

એબીવીપીના સચીન હોરીયા, ધનેશભાઇ થોરાતે ડીકેવી કોલેજના બીએસસીની પ્રવેશ પ્રક્રિયાના ચેરમેન અને આચાર્યને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, એકમાત્ર ડીકેવી સાયન્સ કોલેજમાં બીએસસી સેમે.-1ની ફકત 240 બેઠકો ફાળવાઇ છે. જેના કારણે વિધાર્થીઓને ફરજીયાત સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં તોતીંગ ફી ભરી અભ્યાસ કરવા જવું પડે છે.અગાઉ કોલેજમાં અત્યારના સ્ટાફ અને અન્ય સુવિધા વચ્ચે 650થી વધુ બેઠકો પર પ્રવેશ આપવામાં આવતો હતો.માટે વિધાર્થીઓના હીતમાં તાકીદે બેઠક વધારવા માંગ કરી છે અને જો બેઠક વધારવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...